નવી દિલ્હીઃ કોરોના વાઇરસ (કોવિડ-19) સામે લડી રહેલી સમગ્ર દુનિયા સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર અને ફેસ માસ્કનો ઉપયોગ કરી આ મહામારીથી બચવાના પ્રયત્નો કરી રહી છે. આ રીતે જ ભગવાન શિવની અમરનાથ સ્થિત ગુફામાં દર્શન કરવા પહોંચેલા લોકો પણ કોરોના મહામારીથી બચવા ઉપાય કરતા જોવા મળ્યા હતાં. શ્રાવણના બીજા સોમવારે અમરનાથ ગુફામાં સવારેની આરતી સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવી હતી.
આ દરમિયાન સુરક્ષાબળો સાથે ગુફામાં અનુષ્ઠાન કરનારાઓ સહિત બીજા લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જો કે, આ વર્ષે કોરોના મહામારીમાં મોટી સંખ્યામાં લોકોના જમાવડાઓને રોકવા સરકારે અનેક પ્રતિબંધ લગાવ્યાં છે. જેમાં સાર્વજનિક સ્થાનો અને મોટી સંખ્યામાં લોકોના ભેગા થવા પર કડક નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમરનાથ ગુફામાં ભગવાન શિવ હિમલિંગના રૂપમાં વિરાજમાન છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજનારી અમરનાથ તિર્થયાત્રા શરૂ તો થઈ છે, પરંતુ આ વર્ષે કોરોનાથી પ્રભાવિત થઈ છે. શ્રાવણના મહિનામાં શિવની ઉપાસનાને લઈને પણ લોકોમા વિશેષ આસ્થા હોય છે. એવામાં યાત્રા સંપૂર્ણ રીતે સ્થગિત ન કરી શકાય. લોકોને જરૂરી પ્રમાણપત્રો સાથે યાત્રામાં આવવાની પરવાનગી આપવામાં આવી છે.
અમરનાથ ગુફામાં શિવની આરતી
હિન્દી કેલેન્ડરમાં સામાન્ય રીતે શ્રાવણ મહિનો જુલાઈ-ઓગસ્ટમાં આવતો હોય છે. આ સમયમાં ચોમાસાનો વરસાદ અને વર્ષા ઋતુ પોતાના ક્ષેષ્ઠ રૂપમાં હોય છે. આ સમયમાં શ્રદ્ધાળુઓ ભગવાન શિવની ઉપાસના પણ કરતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ઉપાસનાની રીતમાં અનેક બદલાવો જોવા મળી રહ્યાં છે.
અમરનાથ ગુફામાં શિવની આરતી