નવી દિલ્હીઃ GST(ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) નેટવર્કે મંગળવારે જણાવ્યું હતું કે, "કેટલીક તકનીકી ખામી હોવા છતાં 20 જાન્યુઆરીએ 13.30 લાખ GSTR 3 બી રિટર્ન ફાઇલ કરાયું હતું." GST નેટવર્કે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ મહિનામાં ભરાયેલાં રિટર્ન પરથી સ્પષ્ટ થાય છે કે, GST રિટર્ન ફાઈલ કરવાનું કામ અપેક્ષિત સમયમર્યાદામાં પૂર્ણ થઈ હતી. જે 14 જાન્યુઆરી સુધી ભરાયેલાં 20.46 લાખ GSTR 3બી ફોર્મ પરથી સાબિત થાય છે. "
20 ટકા કરદાતાએ અંતિમ દિવસે GST રિટર્ન ભર્યુંઃ GST નેટવર્ક - GST નેટવર્ક ન્યૂઝ
GST નેટવર્કે જણાવ્યું કે, આ મહિને GST રિટર્નની કાર્યપદ્ધતિ ચોક્કસ સમયમર્યાદાની અંદર પુરી કરવામાં આવી છે. ટેક્નીકલ ખામી હોવા છતાં પણ આ વખતે રિટર્નના છેલ્લા દિવસે એટલે કે, 20 જાન્યુઆરીએ GSTR 3બી રિટર્ન ભરવામાં આવ્યું હતું.
GST નેટવર્કના જણાવ્યાનુસાર, ડિસેમ્બર મહિનામાં કુલ 65.65 લાખ GSTR 3બી રિટર્ન ફાઈલ કરાયા હતા. જેમાં 13.30 લાખ GSTR 3બી રિટર્નની છેલ્લા દિવસે એટલે કે, 20 જાન્યુઆરી 2020માં ભરાયા હતા. તે દરમિયાન કેટલાક કરદાતાઓએ સોશિયલ મીડિયા પર ટેક્નીકલ ખામીની ફરિયાદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 18 જાન્યુઆરી 8.32 લાખ, 19 જાન્યુઆરીએ 6.09 લાખ અને 20 જાન્યુઆરીએ 13.30 લાખ GSTR 3બી રિટર્ન ફાઈલ કરાયું હતું. 21 જાન્યુઆરીએ 12 વાગ્યા સુધી ડિસેમ્બર મહિનાનું 2 લાખથી વધુ GSTR 3બી રિટર્ન જમા થયું હતું. આમ, કુલ મળીને આ મહિને 67.70 લાખ GSTR 3બી રિટર્ન ફાઈલ કરાયું હતું.