મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુરુવારે, રાજ્યમાં 6875 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને 219 લોકોના મોત થયા છે. ગુરુવારે, રાજ્યમાં 4067 દર્દીઓ કોરોનાથી રિકવર થયા હતા જેથી તેમને રજા આપવામાં આવી હતી. નવા કેસ નોંધાયા બાદ મહારાષ્ટ્રમાં કોરોના કુલ કેસ વધીને 2 લાખ 30 હજાર 599 થઇ ગયા છે. આ કેસોમાંથી 1 લાખ 27 હજાર 259 લોકો સ્વસ્થ્ય થઇ ગયા છે. રાજ્યમાં હાલમાં 93,652 લોકો સારવાર હેઠળ છે, અને 9667 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના નવા 6875 કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાથી કુલ 9667 લોકોના મોત - મહારાષ્ટ્ર કોરોનાના સમાચાર
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુરુવારે, રાજ્યમાં 6875 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને 219 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તમામ NGOને અપીલ કરી છે કે, મુંબઇના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કોરોના વાઇરસના રોગને ખતમ કરવા સરકારી તંત્રની મદદ કરે.ઠાકરે સ્થાનિક સંસ્થા અધિકારીઓ અને એનજીઓના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં આ વાત કરી હતી. તેમણે કહ્યું, "એનજીઓ કોઈ ચોક્કસ ક્ષેત્રને અપનાવી શકે છે અને જનતા અને વહીવટ વચ્ચે એક સેતુ તરીકે કામ કરી શકે છે."મુખ્યપ્રધાને કહ્યું, "લોકો, એનજીઓ અને સરકારના યોગ્ય સમન્વય અને સંયુક્ત પ્રયાસોથી અમે વાઇરસ સામે લડી શકીશું."
તેમણે કહ્યું, "એનજીઓ એવા વિસ્તારોમાં મદદ કરી શકે છે જ્યાં અમે હજી સુધી પહોંચ્યા નથી. દરેક ક્ષેત્રના તમામ રહેવાસીઓની તપાસ થવી જોઇએ અને આ માટે તેઓ એનજીઓને કીટ આપશે. "