ચેન્નઈઃ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે કોલંબોથી આવેલા મુસાફરની પાસેથી આશરે 3058 ગ્રામ કિંમતી સ્ટોન જેવા માણેક અને નીલમણી જપ્ત કર્યા હતા. કસ્ટમ વિભાગના જણાવ્યાનુસાર, પકડાયેલા સ્ટોનની કિંમત 31.4 લાખ છે.
ચેન્નઈ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 31.4 લાખના સ્ટોન ઝડપી પાડ્યા - Chennai airport
ચેન્નઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે કોલંબોથી આવેલા મુસાફરની પાસેથી આશરે કિંમતી સ્ટોન જેવા માણેક અને નીલમણી જપ્ત કર્યા હતા. કસ્ટમ વિભાગના જણાવ્યાનુસાર પકડાયેલા સ્ટોનની કિંમત 31.4 લાખ છે.
stones
દિલ્હીથી કસ્ટમ પ્રવક્તાએ જણવાવ્યું હતું કે, મુસાફર ગ્રીન ચેનલ ક્રોસ કરતા અધિકારીને તેના પર શંકા થઇ હતી. ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી હતી. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, મુસાફર મલેશિયાથી આ સ્ટોન છૂપાવીને લાવ્યો હતો.
તપાસમાં અધિકારીઓને મુસાફર પાસેથી 3058 ગ્રામ કિંમતી સ્ટોન મળ્યા હતાં. ત્યારબાદ તેની પૂછપરછ કરીને કસ્ટમ વિભાગની ટીમે મુસાફર વિરુદ્ધ 104 કલમ હેઠળ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.