ચિકનગુનિયા - એડિસ એલ્બોપિક્ટસ નામના મચ્છરને કારણે ફેલાતી આ બીમારી બિનજીવલેણ વાયરલ બીમારી છે. આ મચ્છરો સ્થિર - બંધિયાર પાણીમાં સંવર્ધન કરે છે અને તમને માત્ર રાત્રે જ નહીં, દિવસે પણ કરડી શકે છે. ચિકનગુનિયા એટલે વાળવું અને આ બીમારીનું આવું નામ એના વિશિષ્ટ આર્થરિટિક લક્ષણો (સાંધા અને હાડકાંમાં દુઃખાવો, જકડાઈ જવાં)ને કારણે પડ્યું છે.
વર્ષ 2015થી દેશમાં ચિકનગુનિયાના તાવની મહામારીનું પાર્શ્વચિત્ર
અનુક્રમ | રાજ્ય /કેન્દ્ર શાસિત પ્રદેશ | 2015 | 2016 | 2017 | 2018 | 2019 | |||||
ચિકનગુનિયાના શંકાસ્પદ કેસોની સંખ્યા | પુષ્ટિ પામેલા કેસોની સંખ્યા | ચિકનગુનિયાના શંકાસ્પદ કેસોની સંખ્યા | પુષ્ટિ પામેલા કેસોની સંખ્યા | ચિકનગુનિયાના શંકાસ્પદ કેસોની સંખ્યા | પુષ્ટિ પામેલા કેસોની સંખ્યા | ચિકનગુનિયાના શંકાસ્પદ કેસોની સંખ્યા | પુષ્ટિ પામેલા કેસોની સંખ્યા | પુષ્ટિ પામેલા કેસોની સંખ્યા | પુષ્ટિ પામેલા કેસોની સંખ્યા | ||
1 | આંધ્ર પ્રદેશ | 817 | 83 | 960 | 147 | 1162 | 108 | 622 | 79 | 700 | 67 |
2 | અરુણાચલ પ્રદેશ | 35 | 6 | 239 | 8 | 133 | 0 | 507 | 1 | 332 | 55 |
3 | આસામ | 0 | 0 | 40 | 40 | 41 | 41 | 3 | 3 | 0 | 0 |
4 | બિહાર | 3 | 1 | 566 | 566 | 1251 | 1251 | 156 | 156 | 532 | 532 |
5 | ગોવા | 561 | 32 | 337 | 49 | 509 | 48 | 455 | 77 | 796 | 319 |
6 | ગુજરાત | 406 | 42 | 3285 | 847 | 7953 | 1363 | 10601 | 1290 | 6491 | 496 |
7 | હરિયાણા | 1 | 1 | 5394 | 1970 | 220 | 6 | 62 | 3 | 0 | 0 |
8 | જમ્મુ-કાશ્મીર | 0 | 0 | 1 | 1 | 0 | 0 | 1 | 1 | 0 | 0 |
9 | ઝારખંડ | 21 | 0 | 47 | 14 | 269 | 17 | 3405 | 851 | 1679 | 166 |
10 | કર્ણાટક | 20763 | 2099 | 15666 | 1528 | 32831 | 3511 | 20411 | 2546 | 35366 | 2970 |
11 | કેરળ | 175 | 152 | 129 | 129 | 78 | 74 | 77 | 77 | 52 | 52 |
12 | મધ્ય પ્રદેશ | 67 | 11 | 2280 | 862 | 2477 | 858 | 3211 | 1609 | 2248 | 620 |
13 | મેઘાલય | 78 | 15 | 360 | 68 | 236 | 45 | 44 | 2 | 9 | 1 |
14 | મિઝોરમ | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 93 | 10 | 0 | 0 |
15 | મહારાષ્ટ્ર | 391 | 207 | 7570 | 2949 | 8110 | 1438 | 9884 | 1009 | 4382 | 1378 |
16 | મણીપુર | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 2 | 0 | 40 | 3 |
17 | ઓડિશા | 81 | 46 | 51 | 15 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
18 | પંજાબ | 180 | 18 | 4407 | 2054 | 3251 | 201 | 736 | 25 | 243 | 2 |
19 | રાજસ્થાન | 7 | 7 | 2506 | 2215 | 1612 | 1612 | 254 | 254 | 169 | 169 |
20 | સિક્કિમ | 0 | 0 | 30 | 5 | 130 | 8 | 384 | 28 | 641 | 62 |
21 | તામિલનાડુ | 329 | 329 | 86 | 86 | 131 | 131 | \284 | 284 | 345 | 345 |
22 | તેલંગાણા | 2067 | 149 | 611 | 71 | 1277 | 58 | 1954 | 489 | 4816 | 1078 |
23 | ત્રિપુરા | 180 | 7 | 311 | 70 | 574 | 64 | 683 | 75 | 953 | 106 |
24 | ઉત્તર પ્રદેશ | 0 | 0 | 2458 | 2458 | 103 | 103 | 58 | 58 | 5 | 5 |
25 | ઉત્તરાખંડ | 0 | 0 | 35 | 10 | 0 | 0 | 29 | 7 | 1 | 1 |
26 | પશ્ચિમ બંગાળ | 1013 | 61 | 1071 | 117 | 2103 | 577 | 52 | 23 | - | - |
27 | આંદામાન-નિકોબાર | 68 | 3 | 18 | 0 | 93 | 17 | 205 | 27 | 702 | 53 |
28 | ચંડીગઢ | 1 | 1 | 2857 | 272 | 1810 | 54 | 357 | 4 | 82 | 0 |
29 | દાદરા-નગર હવેલી | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
30 | દિલ્હી | 64 | 64 | 12279 | 9793 | 940 | 940 | 407 | 407 | 442 | 442 |
31 | લક્ષદ્વીપ | 0 | 0 | 0 | 0 | 0 | 0 | - | - | - | - |
32 | પુડુચેરી | 245 | 8 | 463 | 20 | 475 | 23 | 2876 | 361 | 4191 | 555 |
કુલ | 27553 | 3342 | 64057 | 26364 | 67769 | 12548 | 57813 | 9756 | 65217 | 9477 |
ચિકનગુનિયાને કારણે ભારત ઉપર પડતા આર્થિક બોજનું અનુમાન
વર્ષ 2016માં કુલ ખર્ચ લગભગ 5.17 અબજ અમેરિકન ડોલર હતો, 14.3 ટકા જીવલેણ કેસો તેમજ 85.7 ટકા બિન-જીવલેણ કેસો નોંધાયા હતા.
મૃત્યુ નીપજ્યાં હોય તેવા કેસોના કુલ ખર્ચમાં હોસ્પિટલાઈઝ્ડ - 62.9 ટકા, ઔષધાલય - 17 ટકા અને બિન તબીબી કેસોનો ખર્ચ 5.8 ટકા ખર્ચ હતો.
મોડેલિંગ અને મોન્તે કાર્લો સિમ્યુલેશન્સનો ઉપયોગ કરીને ટીના મુર્તોલા અને સહલેખકોએ અંદાજ્યું હતું કે ભારતમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુનો તાત્કાલિક ખર્ચ 1.48 અબજ અમેરિકન ડોલર (0.64 અબજથી 3.60 અબજની મર્યાદામાં) થાય છે.
ચિહ્નો અને લક્ષણો
વાયરસના ચેપથી કેટલાક દિવસ તાવ આવે છે અને કેટલાંક અઠવાડિયાં કે મહિનાઓ સુધી સાંધા દુઃખે છે.
ચિકનગુનિયા વાયરસનાં લક્ષણો ડેન્ગ્યુના તાવ જેવાં જ હોય છે.
સામાન્ય રીતે કોઈ વ્યક્તિને મચ્છર કરડે તે પછી કેટલાક દિવસ બાદતેનાં લક્ષણો વર્તાય છે. સૌથી સામાન્યપણે જોવા મળતાં લક્ષણો આ મુજબ છે ઃ
તાવ (કેટલીકવાર 104 ફેરનહીટ જેટલો ઊંચો)
સાંધાનો દુઃખાવો
માથું દુઃખવું
સ્નાયુ દુઃખવા
ચકામાં - ચાઠાં
સાંધાઓની ફરતે સોજો
કેટલાક કેસોમાં મેક્યુલોપાપ્યુલર રેશ (ઓરી કે ગરમીને કારણે નીકળેલી ફોલ્લીઓ), આંખો આવવી (કન્જક્ટિવાઇટિસ), ઉબકા અને ઉલ્ટી જેવાં લક્ષણો પણ જોવાં મળી શકે છે.
પ્રસાર
એશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકાના 60 દેશોમાં ચિકનગુનિયાના કેસો જોવા મળ્યા છે. આ વાયરસ ચેપગ્રસ્ત માદા મચ્છરના કરડવાથી માણસથી માણસને ફેલાય છે. મોટા ભાગે એડિસ એઇજિપ્તિ અને એડિસ એલ્બોપિક્ટસ - આ બે જાતિના મચ્છરો દ્વારા આ વાયરસ ફેલાય છે. આ જાતિના મચ્છરો મચ્છર દ્વારા ફેલાતા ડેન્ગ્યુ સહિતના અન્ય વાયરસો પણ ફેલાવી શકે છે. આ મચ્છરો સૌથી વધુ વહેલી પરોઢે અથવા મોડી બપોરે વધુ સક્રિય હોવા છતાં દિવસના અજવાળામાં પણ કરડતા જોવા મળ્યાં છે. બંને જાતિના મચ્છરો ઘરની બહાર કરડતા જોવા મળ્યા છે, પરંતુ એડિસ એઇજિપ્તિ ઘરની અંદર પણ પ્રવેશે છે.
ચેપગ્રસ્ત મચ્છરના કરડ્યા બાદ બીમારીનાં લક્ષણ સામાન્ય રીતે ચારથી આઠ દિવસમાં જોવા મળે છે, પરંતુ તે બેથી 12 દિવસમાં પણ જોવા મળી શકે છે.
નિદાન
નિદાન માટે કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. એન્ઝાઇમ-લિન્ક્ડ ઈમ્યુનોસોર્બેન્ટ એસાઇઝ (ELISA) જેવો સેરોલોજિકલ ટેસ્ટ ચિકનગુનિયા વિરોધી એન્ટીબોડીઝ IgM અને IgG ની ઉપસ્થિતિની ખાતરી કરી શકે છે. બીમારી લાગુ થયાના બાદ ત્રણથી પાંચ સપ્તાહ સુધી IgM નામના એન્ટીબોડીનું લેવલ સૌથી વધુ હોય છે અને તે લગભગ બે મહિના જળવાયેલું રહે છે. બીમારીનાં લક્ષણો મળ્યાંના પહેલા સપ્તાહ દરમ્યાન એકત્ર કરાયેલાં નમૂનાઓનાં સેરોલોજિકલ અને વાયરોલોજિકલ (RT-PCR) - બંને પદ્ધતિઓ દ્વારા પરીક્ષણ કરવાં જોઈએ.
ચેપના શરૂઆતનાં કેટલાંક અઠવાડિયાં દરમ્યાન વાયરસ લોહીમાંથી છૂટો પડી શકે છે. રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્ટસ-પોલીમેરાઝ ચેઇન રિએક્શન (RT–PCR)ની વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે, પરંતુ પ્રત્યેક પદ્ધતિની સંવેદનશીલતા અલગ અલગ છે. કેટલીક પદ્ધતિઓ તબીબી નિદાન માટે અનુકૂળ છે. તબીબી નમૂનામાંથી RT–PCR પ્રોડક્ટ્સ વાયરસના જિનોટાઈપિંગ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે, જેનાથી વિવિધ ભૌગોલિક સ્ત્રોતોમાંથી લીધેલા વાયરસના નમૂનાઓની સરખામણી કરી શકાય છે.
ચિકનગુનિયાની જટિલતાઓ
આ જટિલતાઓ હોઈ શકે છે:
યુવાઈટિસ - આંખની અંદર આંતરિક રેટિના તેમજ સ્ક્લેરા અને કોર્નિયાથી બનેલા બાહ્ય રેસાવાળા સ્તર વચ્ચે બળતરા.