સત્રની ઝલકો
175 દિવસના અંતરે સંસદની બેઠક મળી; બંધારણીય મર્યાદાથી છ દિવસ ઓછી.
1999માં, 12મી લોકસભાના છેલ્લા સત્ર અને 13મી લોકસભાના પ્રથમ સત્રની વચ્ચે, આ પ્રકારનું સૌથી વધુ અંતર 181 દિવસનું હતું.
ઉપાધ્યક્ષ વિના લોકસભામાં આ સૌથી લાંબો સમય છે
લોકસભાએ બેઠકના સમયના નિર્ધારિત સમયના 145 ટકા કામ કર્યું; રાજ્યસભાએ 99 ટકા કામ કર્યું.
પ્રશ્નકાળ નહોતો; લોકસભા અને રાજ્યસભા બંનેએ ૫૯% સમય ખરડા પર ચર્ચા કરવામાં ખર્ચ કર્યો.
17 ખરડા રજૂ થયા અને તે જ સત્રમાં પસાર; સમિતિઓને કોઈ ખરડો સંદર્ભિત કરવામાં ન આવ્યો.
(એપ્રૉપ્રિએશન ખરડાને બાદ કરતાં)૨૫ ખરડા સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા.
20 નવા બિલ રજૂ કરાયા હતા (એપ્રૉપ્રિએશન ખરડાને બાદ કરતાં) તેમાંથી અગિયાર વટહુકમનું સ્થાન લેવાના હતા. આમાં કૃષિ વેપાર અને કરારની ખેતી સંબંધિત ત્રણ ખરડાઓ, એક સહકારી બેંકો પર આરબીઆઈના નિયમનને લંબાવવા, અને સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધો અને વ્યવસાયિક સલામતી પરના ત્રણ મજૂર સંહિતા (કૉડ)નો સમાવેશ થાય છે.
લોકસભાએ ખરડા પર સરેરાશ, 1.5 કલાક ચર્ચા કરી, અને રાજ્યસભાએ તે ખરડા પસાર થતા પહેલાં લગભગ એક કલાક ચર્ચા કરી.
લોકસભાએ ત્રણ શ્રમ સંહિતા પર ચર્ચા કરી અને ત્રણ કલાકની કુલ અવધિમાં પસાર કરી, અને રાજ્યસભાએ 1 કલાક 45 મિનિટમાં તે કરી દીધું. રાજ્યસભાએ છેલ્લા બે દિવસમાં 7.5 કલાકની અંદર 13 ખરડા પસાર કર્યા.
ચોમાસું સત્રમાં સંસદ દ્વારા કેટલાક મહત્ત્વના ખરડા પસાર કરાયા
કૃષિ સુધારાઓ:
ખેડૂતના ઉત્પાદનના વેપાર અને વાણિજ્ય (ઉત્તેજન અને સુવિધા) ખરડો, 2020
ભાવોની ખાતરી અને કૃષિ સેવાઓ પર ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) કરાર ખરડો, 2020
આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) ખરડો, 2020 કૃષિ ક્ષેત્રમાં તાત્કાલિક રોકાણને વેગ આપશે, સ્પર્ધામાં વધારો કરશે અને ખેડૂતોની આવકમાં વધારો કરશે.
શિક્ષણ ક્ષેત્ર:
રાષ્ટ્રીય ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખરડો, 2020
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ, 2020
મજૂર ક્ષેત્ર સુધારણા: