નવી દિલ્હી: ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે, દેશના પ્રશ્વિમ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. પરંતુ આ સપ્તાહમાં તેની પ્રગતિ થોડી ધીમી રહેવાની સંભાવના છે.
આ સપ્તાહે ચોમાસાની પ્રગતિ ધીમી રહેવાની સંભાવના: હવામાન વિભાગ - IMD
ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે, દેશના પ્રશ્વિમ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. પરંતુ આ સપ્તાહમાં તેની પ્રગતિ થોડી ધીમી રહેવાની સંભાવના છે.
ભારતના હવામાન વિભાગ
હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 'ઉત્તરી અરબ સાગર, ગુજરાત અને મધ્યપ્રદેશ સિવાય, છત્તીસગઢના બાકીના ભાગોમાં, ઝારખંડ, બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં કેટલાંક વિસ્તારોમાં આગામી 48 કલાક દરમિયાન પરિસ્થિતિ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને અનુકૂળ થઇ રહી છે.'
હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતું કે, એક અઠવાડિયા માટે ચોમાસાની પ્રગતિ થોડી ધીમી રહેવાની સંભાવના છે.