નવી દિલ્હી: ભીષણ ગરમીથીજલ્દી જ રાહત મળવાની છે. હવામાન વિભાગે આજે જણાવ્યું હતું કે ચોમાસું 1 જૂને કેરળના સમુદ્ર કિનારે પહોંચશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે દેશમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે, "31 મેથી 4 જૂન દરમિયાન દક્ષિણ પૂર્વ અને નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ઓછુ દબાણવાળું ક્ષેત્રની રચના થઈ શકે છે. આ સ્થિતિ 1 જૂને કેરળમાં ચોમાસા લાવવા માટે અનુકૂળ છે."