ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - સોમવારનો દિવસ તમારા માટે કેવો

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

By

Published : Feb 17, 2020, 6:01 AM IST

મેષ: આજે આપનો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટ‍િએ આપને અનોખી અનુભૂતિ કરાવનારો નીવડશે. આજે આપને ગૂઢ અને રહસ્‍યમય વિદ્યાઓ તેમજ તે પ્રકારની બાબતો પર વિશેષ આકર્ષણ રહે. આજે આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાના પણ યોગ છે. જો કે આજે આપે બોલવામાં સંયમ જાળવવો પડશે તથા પ્રેમ અને ધિક્કારની લાગણીઓથી દૂર રહેવું પડશે. આપના હિતશત્રુઓ તેમની ચાલમાં ફાવી ન જાય તે માટે સાવધ રહેવું પડશે. નવા કાર્યની શરૂઆત ટાળવી બને તો મુસાફરી કરવાનું મોકૂફ રાખવું.

વૃષભ: આપ પરિવારજનો સાથે તેમજ દાંપત્યજીવનમાં સુખશાંતિનો અનુભવ કરી શકશો. નિકટના સ્વજનો તેમજ મિત્રો સાથે આપ સ્વાદિષ્ટ ભોજન માણશો. નાના પ્રવાસની યોજના બની શકે. આપનું આરોગ્ય સારું રહેશે. આર્થિક લાભ થશે. વિદેશમાં કે દૂર રહેતા સંબંધીઓ તરફથી સમાચાર મળતા આનંદ અનુભવશો. ભાગીદારીથી ફાયદો થાય તેમ જ આપની પ્રતિષ્ઠામાં વધારો થાય.

મિથુન: કાર્ય સફળતા અને યશકિર્તી મેળવવા માટે આજનો દિવસ શુભ છે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ જળવાય. શારીરિક તથા માનસિક સ્‍વસ્‍થતા રહેશે. આર્થિક લાભની શક્યતાઓ છે. આજે ખર્ચ થાય પરંતુ તે આપને બિનજરૂરી નહીં લાગે. અટકી પડેલા કાર્યોની પૂર્ણતા માટેનો માર્ગ સરળ બને. હરીફો સામે સફળતા મેળવશો. સ્‍વભાવમાં ક્રોધ પર લગામ રાખવી જરૂરી છે.

કર્ક: આજનો દિવસ શાંત ચિત્તે પસાર કરવાની સલાહ આપવામાં આવે છે. શરીર અને મનની અસ્‍વસ્‍થતા આપને બેચેન કરી શકે છે માટે શાંતિ અને ધૈર્ય રાખવું. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્ચે મુલાકાતમાં અંતર આવી શકે છે. વિજાતીય પાત્ર પરત્‍વેનું આકર્ષણ આપના માટે સંકટ ઉભું કરે. યાત્રા પ્રવાસ અને નવા કાર્યની શરૂઆત ન કરવી હિતમાં રહેશે. પેટ તથા પાચનતંત્રને લગતા પ્રશ્નો સતાવે.

સિંહ: આપનો આજનો દિવસ સંપૂર્ણપણે આપની તરફેણમાં નથી. ઘરમાં સંવાદિતા જાળવવા તમારે વિશેષ ધ્યાન આપવું પડશે. પરિવારજનો સાથે મનદુ:ખ ના થાય તે માટે દરેક વાતને ન્યાય આપવાનો પ્રયાસ કરવો. આપની તન- મનની તંદુરસ્‍તી સામાન્ય રહે. મનમાં વધુ પડતું ચિંતાનો બોજ ના રાખવાની સલાહ છે. માતાની તંદુરસ્‍તીનું વધુ ધ્યાન રાખવાની સલાહ છે. ઊંઘનું પ્રમાણ ઘટતા તેની અસર આપના વર્તનમાં પડી શકે છે. વધુ પડતી લાગણીશીલતા અનુભવાય. પાણીજન્ય સમસ્યાથી સાચવવું. નોકરિયાતોને કામકાજના કલાકો વધી શકે છે. જમીન મિલકત વગેરેના દસ્‍તાવેજો કરવામાં સાવધાની રાખવી.

કન્યા: આજે ઉતાવળમાં વિચાર્યા વગર કોઇ કામ કરશો નહીં. થોડું ધ્યાન રાખશો તો કામમાં સફળતા ચોક્કસ મળશે. વિરોધીઓ પર વિજય મેળવી શકશો. પાડોશીઓ અને સહોદરો સાથે આપના સંબંધો વધુ ગાઢ બનશે. આપને નાણાંકીય ફાયદો થઇ શકે. પ્રિયજનની નિકટતા માણી શકશો. લોકોમાં આપ આદરણીય બનશો.માનસિક પ્રફુલ્લિતતા અનુભવી શકશો.

તુલા: આજે આપનું મન દ્વિધામાં અટવાયા કરશે માટે વૈચારિક સ્પષ્ટતા લાવવાનો પ્રયાસ કરવો. નિર્ણયો લેવામાં ધૈર્ય રાખવાની સલાહ છે. ચોક્કસ નિર્ણય આજે ન લઇ શકવાના કારણે નવા કાર્યની શરૂઆત કરવી હિતાવહ નથી. આજે પર વાણી પૂરતો સંયમ રાખવો, નહીં તો મનદુ:ખ થવાના પ્રસંગો ઉભા થાય. જક્કી વલણ ન રાખતાં બાંધછોડભર્યું વલણ રાખશો તો ફાયદામાં રહેશો. મુસાફરી ટાળવી. આર્થિક લાભ રહે. કુટુંબીજનો સાથે વાદવિવાદ ટાળવો. આજે મહત્ત્વના નિર્ણય ન લેવા. સ્‍વાસ્‍થ્‍યની વધુ સંભાળ લેવાની સલાહ છે.

વૃશ્ચિક: તન અને મનથી ખુશ તેમજ પ્રફુલ્લિત રહેશો. કુટુંબીજનો અને મિત્રો સાથે ઉત્તમ ભોજન, પ્રવાસ કે મિલન- મુલાકાતના પ્રસંગ બને. જીવનસાથી જોડે ગાઢ આત્‍મીયતાનો અનુભવ થાય. આર્થિક લાભ થાય. શુભ પ્રસંગે બહાર જવાનું થાય. આનંદદાયક સમાચાર પ્રાપ્‍ત થાય.

ધન: આજે ગુસ્‍સાના કારણે આપના પરિવારજનો તેમજ અન્‍ય લોકો સાથેના સંબંધો સાચવવાની સલાહ છે. આપના વાણી અને વર્તનની સમયમર્યાદા ઝઘડાનું મૂળ બની શકે છે માટે સંયમ રાખવો. અકસ્‍માતથી સાવધાન રહેવું. માંદગી પાછળ ધનખર્ચ થાય. અદાલતી કામકાજમાં સાવચેતીભર્યું પગલું લેવાની સલાહ છે. નકામા કાર્યો પાછળ આપની શક્તિનો વ્‍યય થશે.

મકર: સામાજિક કાર્યોથી આપને લાભ થાય. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રો દ્વારા લાભ થવાનો આજે દિવસ છે. મિત્રો સંબંધીઓ સાથેની મિલન મુલાકાત આપને લાભદાયી નીવડશે. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓના લગ્‍નનો પ્રશ્ન ઓછા પ્રયાસે આજે સરળતાથી ઉકલી જશે. શુભ પ્રસંગોનું આયોજન થાય. સ્‍ત્રી, પુત્ર વગેરેનો સહકાર મળશે. કોઇપણ વસ્‍તુની ખરીદી માટે શુભ દિવસ છે. શેર સટ્ટાકીય પ્રવૃત્તિમાં આર્થિક લાભ થાય. પત્‍નીના આરોગ્‍ય અંગે થોડી ચિંતા રહેશે.

કુંભ: આપનો આજનો દિવસ અનુકૂળ હોવાનું જણાઈ રહ્યું છે. આપના દરેક કાર્યો સરળતાથી પાર પાડવાને કારણે ખુશ રહેશો. નોકરી- વ્‍યવસાયના સ્‍થળે પણ અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાય અને સફળતા મળે. ઉપરી અધિકારીઓ અને વડીલ વર્ગના આશીર્વાદ આજે આપની સાથે હશે તેથી આપ માનસિક રીતે કોઇપણ પ્રકારના ભારથી મુક્ત હશો. બઢતી અને ધનપ્રાપ્તિ યોગ છે. આરોગ્‍ય સારું રહે. ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહેશે. માન- સન્‍માન વધે.

મીન:મનમાં અજંપો અને અશાંતિ સાથે આપના દિવસની શરૂઆત થાય તેવી સંભાવના હોવાથી આવી સ્થિતિમાં તમને ઈશ્વર સ્મરણ મદદરૂપ થઈ શકે છે. શરીરમાં થોડો થાક અને અશક્તિનો અનુભવ થાય. ઉપરી અધિકારીઓ સાથે સંભાળીને કામ લેવાની આપને ખાસ સલાહ છે. સંતાનો સંબંધિત બાબતોમાં તમારી વ્યસ્તતા ઘણી વધશે. ખોટો નાણાં ખર્ચ ટાળવો. હરીફો સાથે વાદવિવાદ ટાળવો. પેટમાં ગરબડની થોડી શક્યતા છે માટે ખાવામાં ધ્યાન રાખવું. નસીબના ભરોસે બહુ રહેવું નહીં. વિચારોમાં સકારાત્મકતા લાવજો.

ABOUT THE AUTHOR

...view details