પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સાધ્વીનો આરોપ છે કે, ઉત્તર પ્રદેશમાં રહેતાં ચાર લોકો આશ્રમમાં આવ્યા અને ગામમાં માતા બીમાર હોવાનું જણાવ્યું હતુ. માતાની બીમારીની વાત સાંભળીને તે ભાવુક થઈ ગઈ હતી. તેમજ આવેલા 4 લોકોમાંથી સાધ્વી 2 લોકોને ઓળખતી હતી. જેથી તે ઉત્તર પ્રદેશ જવા માટે રાજી થઈ હતી.
બિહારમાં શર્મશાહ ઘટના, સાધ્વી પર સામૂહિક દુષ્કર્મ, પોલીસે ફરિયાદ નોંધી શરુ કરી તપાસ
બિહારઃ શેખપુરા જિલ્લાના એક આશ્રમમાં રહેતી સાધ્વી સાથે સામૂહિક દુષ્મકર્મની ઘટના સામે આવી છે. આરોપીઓમાંથી બે વ્યક્તિને સાધ્વીએ ઓળખી લેતાં તેમની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ આધારે તપાસ કરી કાયદેરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યાનુસાર, દીવાળીની રાતે એટલે કે, રવિવારે ઉત્તરપ્રદેશ પહોચ્યાં બાદ તેનું અપહરણ કરી લીધુ હતું, અને એક ખંડરમાં લઈ જઈને તેની પર સામૂહિક દુષ્મકર્મ આચર્યુ હતું. ત્યારબાદ ચાર આરોપીઓ તેને ખંડરમાં મૂકીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ અનેક મુશ્કેલીઓ વેઠીને પીડિતા ગામ પાસે પહોંચી અને સોમવારે તેણે શેખરપુરા સ્થિત મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટના અંગે વાત કરતાં મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારી યશોદા કુમારીએ જણાવ્યું હતું કે, પીડિતા સાધ્વીની મેડીકલ તપાસ થઈ રહી છે. ફરિયાદના આધારે પોલીસ ઉપાઘિક્ષક સુરેન્દ્રકુમારે ઘટનાની તપાસ હાથ ધરી છે.