ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશમાં મહિલા સાથે દુષ્કર્મ: ફરિયાદ ન નોંધાતા પીડિતાએ કરી આત્મહત્યા - ચીચલી સ્ટેશન

નરસિંહરપુર જિલ્લામાં એક મહિલા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આ સમગ્ર મામલે પરિવાર જ્યારે પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવા પહોંચી તો પરિવારની ફરિયાદ લેવામાં આવી નથી. જેને લઈ પીડિતાએ આત્મહત્યા કરી હતી.

narsinghpur
જબલપુર

By

Published : Oct 3, 2020, 8:56 AM IST

ભોપાલ: ઉત્તર પ્રદેશના હાથરસ, બલરામ પુર અને સતના-ખરગોન, જબલપુર બાદ હવે નરસિંહપુર જિલ્લામાં એક મહિલા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. પીડિતા અને તેમનો પરિવાર જ્યારે તેમની ફરિયાદ લઈ પોલીસ સ્ટેશન પર પહોંચ્યો ત્યારે પોલીસે પરિવારની ફરિયાદ નોંધી ન હતી. પોલીસ ફરિયાદ ન નોંધાતા પીડિતાએ આત્મહત્યા કરી હતી. આ સમગ્ર ઘટના ચીચીલીમાં આવેલા એક ગામની છે.

પીડિતાની આત્મહત્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે. સમગ્ર મામલે 3 લોકો પર સામૂહિક દુષ્કર્મ અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે 2 લોકોની ધરપકડ કરી છે. મૃતક પિતનો આરોપ છે કે, તેમની પત્ની સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું છે.

28 સપ્ટેમ્બરના રોજ બની સમગ્ર ઘટના

મૃતકના પતિ ગાડરવારાના એસડીઓપી સીતારામ યાદવે જણાવ્યું કે, તેમની પત્ની 28 સપ્ટેમ્બરના રોજ ખેતરમાં કામ કરી રહી હતી. તે દરમિયાન ખેતરમાં 3 લોકો આવ્યા અને પીડિતા પર સામૃહિક દુષ્કર્મ આચર્યું હતુ. સમગ્ર ઘટના અંગે પીડિતાએ પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ પરિવાર ગોટીટોરિયા પોલીસ સ્ટેશન પર પહોચ્યો હતો.પીડિત પરિવારનો આરોપ છે કે, 29 સપ્ટેમ્બરના તે પોલીસ સ્ટેશન પર ફરિયાદ કરવા પહોંચી તેમની ફરિયાદ લેવામાં આવી નહી.

30 સપ્ટેમ્બરના રોજ પીડિતનો પરિવાર ચીચલી સ્ટેશન પર પહોંચી તો તેમની ફરિયાદ નોંધવાને બદલે પોલીસકર્મીઓએ મહિલાના પતિ અને તેમના જેઠને જ લૉકઅપમાં બંધ કર્યા હતા.પીડિતાનો આરોપ છે કે, પરિવારના સભ્યોને છોડવા માટે પોલીસે પૈસાની પણ માંગણી કરી હતી.

આ સમગ્ર ઘટનાને લઈ પીડિત મહિલાએ 2જી ઓક્ટોમ્બરના તેમના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details