નવી દિલ્હીઃ બોલિવૂડના જાણીતા ગાયક મોહિત ચૌહાણ દિલ્હીની ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા માટે અભિયાનની શરુઆત કરશે.
ગાયક મોહિત ચૌહાણે દિલ્હીના મતદાતાઓને મત આપવા કરી અપીલ - bollywood news
નવી દિલ્હીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જ્યાં બોલિવૂડના જાણીતા ગાયક મોહિત ચૌહાણે હાજરી આપી હતી તેમજ મતદાતાઓને મત આપવા અંગે જાગૃત કર્યા હતા.
નવી દિલ્હીનવી દિલ્હી
શનિવારે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે, દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોહિત ચૌહાણે ભાગ લીધો હતો. તેમણે ત્યાં ઉપસ્થિત તમામ લોકોને મતદાન દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં મતદાતોઓ મત આપે તે માટે અપીલ કરી હતી અને જણાવ્યુ હતુ કે, દરેક નાગરિકે પોતાની ફરજ નિભાવવી જોઇએ અને આપણા મત પર જ સરકાર બને છે,તો દેશને સાચી દિશા તરફ લઇ જવોએ દરેક લોકોએ સમજવુ જોઇએ.