આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય (MoHFW)એ ટ્વીટ કરીને એક વીડિયો જારી કર્યો છે જેમાં 21 દિવસના લૉકડાઉન દરમિયાન વાલીઓ અને બાળકો કોવિડ-19ને કારણે પેદા થયેલો તણાવનો સામનો કેવી રીતે કરી શકે છે તે દર્શાવવામાં આવ્યું છે. આ વીડિયોમાં ન્યૂરો-લિન્ગ્વિસ્ટિક પ્રેક્ટિશનર ડૉ. રશ્મિ પ્રદીપ સૂચવે છે કે બાળકોને તેમની પોતાની દિનચર્યા હોવી જોઇએ. વાલીઓએ કોઇ વસ્તુ કરાવવા માટે બાળકો પર દબાણ ના કરવું જોઇએ. આવી ઘણી ટિપ્સ આ વીડિયોમાં કવર કરાઇ છે.
#COVID-19ને લૉકડાઉનથી નૉકડાઉન કરવો છે - આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય
આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય કોવિડ-19 અને લૉકડાઉનને કારણે માનસિક આરોગ્યની પેદા થઇ રહેલી સમસ્યા અને માનસિક તણાવ પર નજર રાખવા પણ ભાર મૂકી રહ્યું છે.
લૉકડાઉનથી નૉકડાઉન
MoHFWએ ‘લૉકડાઉન ટુ નૉકડાઉન કોવિડ-19’ ટાઇટલથી એક વીડિયો પણ જારી કર્યો છે. આ વીડિયોમાં માનસિક આરોગ્યના વ્યવસ્થાપન અંગે વાત કરવામાં આવી છે. ધીરજ રાખીને અને દિનચર્યાનું પાલન કરીને કોવિડ-19ના તણાવને દૂર કરો. ઇનડોર હોબી વિકસાવવાથી પણ ચિંતા અને તણાવના વ્યવસ્થાપનમાં મદદ મળશે. આ વીડિયોમાં આવી ઘણી ટિપ્સ આપવામાં આવી છે