રાજકુમાર શુક્લએ લખનઉમાં ગાંધીજી સાથે ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરવા માટે ચંપારણ આવવા માટે આગ્રહ કર્યો હતો. મોહનદાસ કરમચંદ ગાંધીએ રાજકુમાર શુક્લની વાતોને સાંભળી અને ચંપારણ જવાનો વિશ્વાસ આપ્યો હતો.
બિહારના મોતિહારીથી 'મહાત્મા' બન્યા હતા મોહનદાસ કરમચંદ ગાંધી, વાંચો આ રસપ્રદ માહિતી... ગાંધીજીએ રાજકુમાર શુક્લ સાથે 15 એપ્રિલ, 1917માં મોતિહારીની ધરતી પર પહેલીવાર પગ મૂક્યો હતો. બીજા દિવસે જસોલ પટ્ટી જવાનો નિર્ણય કર્યો હતો. હાથી પર સવાર થઈને જસોલી પટ્ટી માટે નિકળ્યા, પરંતુ મોતિહારીથી 10 કિલોમીટર દૂર ચંદ્રહિયા પાસે એક અંગ્રેજ અધિકારી આવ્યો અને ગાંધીજીને તત્કાલિકન અંગ્રેજ કલેક્ટર ડબલ્યૂ બી હેકૉકની નોટીસ આપી દીધી. જેમાં ગાંધીજીને જલ્દીથી ચંપારણ છોડવાનો ઉલ્લેખ કરાયો હતો.મોહનદાસ અંતે તો ગાંધી હતા. તેઓ મોતિહારી તો આવી ગયા, પરંતુ ચંપારણમાં જ રહેલાની જીદ પર અડગ રહ્યાં, બાદમાં એસડીઓ કૉર્ટમાં તેમની પર કેસ ચાલ્યો, જેમાં તેઓએ પોતાની વાત મૂકી અને જામીન લેવાની ના પાડી.ગાંધીનું મોતિહારી આવું અને કોર્ટમાં હાજર થવાની વાત પર ખેડૂતોના મોટા ટોળાએ એસડીઓ કૉર્ટને ઘેરી લીધી હતી. જેનાથી ખેડૂતોના આક્રોશ અને વરિષ્ઠ અધિકારીઓના આદેશ પર એસડીઓએ ગાંધીજીને કોઈ પણ શરત વિના છોડી મૂક્યા હતાં.એસડીઓ કૉર્ટમાંથી છૂટ્યા બાદ ગાંધીજીના નિવેદન લેવાનું શરૂ થયું હતું. કરમચંદ ગાંધીએ 2900 ગામના 13 હજાર ખેડૂતોના નિવેદન લીધા, ગાંધીના નેતૃત્વમાં ચંપારણના ખેડૂત એકત્રિત થવા લાગ્યા અને તેમને ગાંધીના રૂપમાં 'મહાત્મા' દેખાવા લાગ્યા હતાં. લોકોએ ગાંધીને મહાત્મા કહેવાનું શરૂ કરી દીધું.ગાંધીજી ચંપારણના લોકો માટે 'મહાત્મા ગાંધી' બની ગયા હતાં. તેમના નેજા હેઠળ શરૂ થયેલો આ સત્યાગ્રહ દેશવ્યાપી બની ગયો અને અગ્રેજ અધિકારીઓ તેમની સામે ઝુકી ગયા. ખોટી રીતે થોપાયેલા બધા વેરા દૂર કરી દેવામાં આવ્યાં. જેથી સફળ થયેલા ચંપારણ સત્યાગ્રહે દેશને આઝાદીનો માર્ગ બતાવ્યો.