ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકારને જરુર પડશે તો સલાહ-સૂચન આપશે સંઘઃ ભાગવત

નવી દિલ્હીઃ ભાજપા નીત એનડીએ સરકારના બીજા કાર્યકાળની શરૂઆત થઇ ચૂકી છે. સંઘના બીજેપી સરકારના હસ્તક્ષેપને લઇ હંમેશાથી વિચાર કરવામાં આવે છે. આ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, જે સરકારના કદમ ડગમગશે તો સંઘ તેમને સકારાત્મક દષ્ટિકોણથી સલાહ અને સૂચન આપશે.

RSS

By

Published : Jun 3, 2019, 9:42 AM IST

ભાગવતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય સનાતન ધર્મ વિદ્યાલયમાં આયોજિત એક સત્રમાં આ વાત જણાવી હતી.

સંઘના પ્રાંત પ્રચાર પ્રમુખ મોહન અગ્રવાલે જણાવ્યું કે, ભાગવતે કહ્યું કે, જે લોકતાંત્રિક વ્યવસ્થામાંથી ચૂંટાઇને આવે છે તેની પાસે અધિકાર હોય છે, પરંતુ તેનો એવો મતલબ નથી કે આ અધિકારનો તે ખોટી જગ્યાએ ઉપયોગ કરે. જો સરકારના કદમ ડગમગશે તો સંઘ તરફથી તેમને સકારાત્મક દષ્ટિકોણથી સલાહ અને સૂચન આપવામાં આવશે.

અગ્રવાલે જણાવ્યું કે, ભાગવતે સત્ર દરમિયાન સ્વયંસેવકોને આદર્શવાદનો પાઠ ભણાવી કહ્યું કે, સંઘ કાર્યકર્તાઓએ ક્યારેય પણ અહંકારનો શિકાર થવું જોઇએ નહીં, પછી ભલે તેમણે સમાજ માટે ગમે તેટલું સારું કાર્ય કર્યુ હોય. સંઘ કાર્યકર્તાઓની આ સ્વાભાવિક આદત હોવી જોઇએ કે, બીજા માટે કરેલા કાર્યનો ક્યારેય પણ લાભ ન લે.

ABOUT THE AUTHOR

...view details