ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્ર સરકાર "સત્તાનો દુરૂપયોગ" ન થાય તેનું ધ્યાન રાખેઃ મોહન ભાગવત

ન્યૂઝ ડેસ્કઃ રાષ્ટ્રીય સ્વંયસેવકના પ્રમુખ મોહન ભાગવતે ચૂંટાયેલી સરકારને કહ્યું કે, તેઓ "સત્તાનો દુરઉપયોગ" ન થાય તેનું ધ્યાન રાખે.

kanpur

By

Published : Jun 4, 2019, 6:53 PM IST

RSS પ્રમુખ મોહન ભાગવતે 600 સ્વંય સેવકોને સંબોધિત કરતા કહ્યું કે, "એક લોકતંત્રમાં ચૂંટાઇને આવવું તે મહત્વની વાત છે, તેમની પાસે અપાર શકિત હોય છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે તેઓ સત્તાનો દુરૂપયોગ કરે. જો આ બાબતે સરકાર કોઇ બેદરકારી દાખવે છે તો સંધ તેને સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે સલાહ-સૂચનો આપશે."

RSS પ્રમુખે આ ટિપ્પણી PM મોદીના શપથગ્રહણ કર્યાના થોડા સમય બાદ કરી હતી. તેમણે કહ્યું કે "તમે કેટલું સારૂં કામ કરો કે લોકોની મદદ કરો તેનાથી લોકોને ફરક નથી પડતો અહંકાર બધું જ છીનવી લે છે."

ઉલ્લેખનીય છે કે, મોહન ભાગવત 4 દિવસ માટે કાનપુર યાત્રા પર હતા. ત્યાં તેમણે RSSના કાર્યકરોનું સંબોધન કર્યું હતું. સાથે જ તેમણે સામાજિક સમાનતા, શિક્ષા અને સામાજિક દુષણ જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details