આ યાત્રા કુલ 15225 કિલોમીટરનું અંતર કાપશે. આ યાત્રાનું સંચાલન એક મહિલા રાજલક્ષ્મી મંડા દ્વારા કરવામાં આવે છે. મોદીએ કરેલા વિકાસના કામ અને દેશની પ્રગતિ જોઈને આ મહિલા તેની 25 જેટલા લોકોની ટીમ સાથે 'કહો દિલસે મોદીજી ફિ સે' ના નારા સાથે ફરી રહી છે.
'કહો દિલસે મોદી ફિર સે'ના નારા સાથે કર્ણાટકની મહિલા ગોધરા પહોંચી - Gujarati news
પંચમહાલ: 'કહો દિલસે મોદી ફિરશે' ના નારા સાથે બેંગ્લોરથી શક્તિ યાત્રાનો પ્રારંભ 15 જાન્યુઆરીએ થયો હતો. આ યાત્રા 2 મહિના સુધી ચાલશે અને 155 જિલ્લામાં ફરશે.
!['કહો દિલસે મોદી ફિર સે'ના નારા સાથે કર્ણાટકની મહિલા ગોધરા પહોંચી](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2455014-73-2dcc0ad8-a624-4e9c-83db-33eb27b3e12c.jpg)
spot photo
પંચમહાલમાં શુક્રવારના રોજ આ યાત્રાનું આગમન થયું હતું. ગોધરા ખાતે લાલબાગ બસ સ્ટેન્ડ ખાતે રાજલક્ષ્મી મંડા દ્વારા પેટે પાટા બાંધી 10 ટનના વજન વાળી એક મોટી ટ્રક ને ખેંચી હતી. આ સાથે જ મોદીના નારા સાથે તેમની ટીમ અને હાજર સૌ એ તેમની પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ગોધરા ખાતે ભાજપ યુવા મોરચા, મહિલા મોરચા અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.