વડાપ્રધાન મોદીની મુલાકાત જ એ વાતને દર્શાવે છે કે ત્યાંની હાલની કટોકટી સ્થિતિને લઇને સરકાર કેટલી ગંભીર છે. એવા મંતવ્ય વ્યક્ત કરાયા હતા કે સરકાર દ્વારા પહેલા આ બાબતને અવગણવામાં આવી હતી અને કદાચ આશા હતી કે સૈન્ય સ્તરની વાતચીતથી આ મામલે ઉકેલ આવી શકે તેમ હતુ, પણ 15 જુનના રોજ ગલવાન ઘાટીમા થયેલા લોહીયાળ ઘર્ષણ બાદ આ આશા ઠગારી નીવડી હતી.
મને હવે સ્પષ્ટ સમજાય રહ્યુ છે કે હાલની ચીનની સેનાની કામગીરી અગાઉના ઘર્ષણ કરતા અલગ જ છે જે ઘર્ષણો પહેલા પરસ્પર શાંતિપૂર્વક બંને પક્ષો દ્વારા ઉકેલાયા હતા તે પ્રકારનું ઘર્ષણ નથી. છેલ્લાં બે મહિનાથી ચીનનું વિદેશ મંત્રાલય શક્ય હોય તેટલા ઝડપથી તણાવને ઘટાડવા શાંતિ અને સુલેહની વાતો કરે છે.. જો કે ગલવાન ઘાટી પર કોઇપણ આધાર પુરાવા વિના પોતાનો દાવો કરતા તે અચકાતુ નથી અને ભારતની હદમાં પોતાનો વિસ્તાર ગણી પોતાના સૈન્યને ખડકી રહ્યુ છે.
વડાપ્રધાનની લદાખની મુલાકાત એ વાતનો સંકેત છે કે હાલ ચાલી રહેલા વાટાઘાટોમાં કોઇ પ્રગતિનો અભાવ હવે ભારતને સ્વીકાર્ય નથી. વડાપ્રધાન જ એ વાતથી વાકેફ હતા કે લદાખની તેમની મુલાકાત બાદ ચીન સરકાર ચોક્કસથી પ્રતિક્રિયા આપશે જ. ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ કે “કોઇપણ પક્ષે એવી કાર્યવાહી કે કામગીરીમાં ભાગ ન લેવો જોઇએ જ્યારે સૈન્ય પરત લેવાની કામગીરી ચાલી રહી છે.” આમ વડાપ્રધાનની મુલાકાત સાથે જ ચીને સંકેત આપ્યા કે એલએસી પર સૈન્યને પરત લેવાની કામગીરી વધુ સારી છે.
વડાપ્રધાનનું ભાષણ સીધુ અને સખત અસરકારક હતુ. ચીનના વિસ્તારવાદને પડકારતા તેમણે આકરા શબ્દોમાં કહ્યુ કે “ઇતિહાસ સાક્ષી છે કે વિસ્તારવાદી દળોએ સતા ગુમાવી છે અથવા પીછેહટ કરવાની ફરજ પડી છે. ” તો “ જેઓ નબળા છે તે શાંતિની પહેલ કરી શકતા નથી. ” એમ કહીને સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે ભારત નબળાઇની સ્થિતિમાં ચીન સાથે વાત કરશે નહી.
વડાપ્રધાન ભારતમાં સ્થાનિક લોકોની પ્રતિભાવ અંગે પણ સજાગ હતા. ચીનને સૈનિક ભારતની સેનામાં નથી આવ્યાના નિવેદન પર ટીકા થતા તેમણે ખાતરી આપી હતી કે ભારતની સીમામાં ઘુષણ ખોરી કરવાના ચીનના કોઇપણ પ્રયત્નને સફળ થવા નહી દેવામાં આવે. જે તાજેતરમા સરકારે ચીનની આઇટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર પ્રોજેક્ટને લઇને લીધેલા નિર્ણયોમાં સ્પષ્ટ જોવા મળતુ હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતથી ભારતનો આશય સ્પષ્ટ થયો છે. જો કે હજુ પણ રસ્તા આસાન નથી. પરંતુ, કમનસીબે ભારતીય ટેલીવિઝન મિડીયા પોતાની હરિફાઇમાં સનસનાટીભરી હેડલાઇન્સ બનાવવામાં એવા સક્રિય છે કે જાણે આપણી ચીન પર મોટો વિજય મેળવી દીધો છે. જે આપણા સંતોષની ભાવનાને નુકશાન પહોંચાડી શકે તેમ છે.