વડાપ્રધાને આગળ જણાવતા કહ્યું કે, 70 વર્ષમાં જે નથી થયું તે અમે 70 દિવસમાં કરી બતાવ્યું છે.
કાશ્મીરમાંથી 370 રદ કરી સરદાર પટેલનું સપનુ પૂરુ કર્યું: મોદી - કાશ્મીર
નવી દિલ્હી: દેશના 73માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 10 અઠવાડિયાથી પણ ઓછા સમયમાં 370 અને 35 એ રદ કરી રાજગ સરકારના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર પટેલનું સપનું સાકાર કર્યું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, 370 જમ્મુ કાશ્મીરના વિકાસમાં અડચણ પેદા કરતું હતું.
twitter
આ અગાઉ તેમણે લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ આજે દેશવાસીને ટ્વીટરના માધ્યમથી સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની શુભકામના આપી હતી.