ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે ઝારખંડમાં મોદી Vs રાહુલ, સભાઓને સંબોધિત કરશે - jharkhand

રાંચી : ઝારખંડમાં ત્રીજા તબક્કાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી આજે ઝારખંડના પ્રવાસે છે. PM મોદી બોકારો અને બરહીમાં ભાજપના ઉમેદવારોના પક્ષમાં જનસભાને સંબોધિત કરશે. ત્યારે રાહુલ ગાંધી બરકાગામમાં સભા સંબોધિત કરશે.

etv bharat
etv bharat

By

Published : Dec 9, 2019, 9:12 AM IST

ઝારખંડના મહાસમરની બીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર-પ્રસાર શરૂ થયો છે. PM મોદી પણ ઝારખંડ પ્રવાસે છે અને રાહુલ ગાંધી પણ ઝારખંડ પ્રવાસે છે. આ પહેલા PM મોદી 25 નવેમ્બર અને 3 ડિસેમ્બરના રોજ ઝારખંડ આવી ચૂક્યા છે. 25 નવેમ્બરના રોજ તેમને ડાલટનગંજા અને ગુમલીમાં અને 3 ડિસેમ્બરના રોજ ખૂંટી અને જમશેદપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી.

રાહુલ ગાંધી બડકાગામમાં સભા સંબોધિત કરશે. ત્યારબાદ તે રાંચી બીઆઈટી મેસરા ગ્રાઉન્ડમાં પણ એક વિશાળ જનસભાને સંબોધિત કરશે. રાંચી સહિત રાજધાની અન્ય સીટ ખિજરી, કાંકે અને હટિયાના ઉમેદવારો માટે મત માંગ્યા છે.

ABOUT THE AUTHOR

...view details