કર્ણાટકમાં વડાપ્રધાન ESIC હોસ્પિટલ અને મેડિકલ કોલેજ રાજ્યને સોંપશે. તેઓ હુબલીમાં એક હોસ્પિટલનું પણ ઉદ્ધાટન કરશે. જ્યારે તમિલનાડુના કાંચીપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રસ્તા, રેલ્વે અને ઉર્જાની વિવિધ યોજનાઓનું ઉદ્ધાટન કરશે.
આજે PM મોદી-રાહુલ ગાંધી-અમિત શાહ ક્યાં જશે, જાણો સમગ્ર કાર્યક્રમ - visiting
ન્યૂઝ ડેસ્કઃ નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના કલબુર્ગી અને તમિલનાડુના કાંચીપુરમના પ્રવાસે કરશે, જ્યાં તેઓ વિવિધ યોજનાઓનું ઉદ્ધાટન કરશે. વડાપ્રધાન કાર્યાલયના નિવેદન અનુસાર, કર્ણાટકના કલબુર્ગી પ્રવાસના સમયે વડાપ્રધાન લોકોના લાભો માટે ઉર્જા, સ્વાસ્થ્ય અને શિક્ષા જેવી વિવિધ વિકાસની યોજનાઓનું ઉદ્ધાટન કરશે.
સ્પોટ ફોટો
ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે તેલંગણાના પ્રવાસે જશે. અમિત શાહ તેલંગણાના નિજામાબાદમાં એક ક્લસ્ટર બેઠકમાં ભાગ લેશે. જ્યાં એક રેલીને સંબોધતા કાર્યકર્તાને માર્ગદર્શન આપશે.
જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બુધવારે G-20ના રાજકીય અગ્રણીઓ સાથે મુલાકાત કરશે. આ કાર્યક્રમ પહેલા 15 ફેબ્રુઆરીના રોજ થવાનો હતો, પરંતુ 14 ફેબ્રુઆરીના રોજ પુલાવામા હુમલાને કારણે રદ કરી નાખવામાં આવ્યો હતો.