વડાપ્રધાન મોદી અમેરીકાનો પ્રવાસ કરીને સ્વદેશ આવી ગયા છે. તેમનું સ્વાગત કરતાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહે 28 ડિસેમ્બરે અમેરીકાના પ્રવાસ અંગે વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે," અમેરીકાનો આ પ્રવાસ ઐતિહાસિક રહ્યો. જેને ભારતને વિશ્વ મંચમાં એક વિશેષ ઓળ઼ખ અપાવી છે. વડાપ્રધાનના સફળ નેતૃત્વમાં મને 'ન્યૂ ઈન્ડિયા'ની ઝાંખી દેખાઈ રહી છે. "
PMના પ્રવાસે ભારતને વિશ્વમાં નવી ઓળખ અપાવીઃ અમિત શાહ - latest news of amit shah
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી અમેરિકાના સાત દિવસીય પ્રવાસ બાદ સ્વદેશ ફર્યા છે, ત્યારે પાર્ટીના કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતી. પાર્ટીના હજારો કાર્યકર વડાપ્રધાનના સ્વાગત માટે એકત્ર થયા હતાં. ભવ્ય સ્વાગત બાદ ગૃહપ્રધાન અમિત શાહે વડાપ્રધાનના પ્રવાસને ભારતની સિદ્ઘીઓ માટે મહત્વનો ગણાવ્યો હતો.
શાહે મોદીના પ્રવાસ અંગે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, "અમેરીકાના ઐતિહાસિક પ્રવાસથી પરત ફરેલાં વડાપ્રધાનનું હદયથી સ્વાગત કરું છું. આ પ્રવાસથી ભારતને વૈશ્વિક મજબૂતી મળી છે. સાથે જ ભારતે એક નવી ઓળખ ઉભી કરી છે. તેમના નેતૃત્વથી 'ન્યૂ ઈન્ડિયા'ની સફળતાની દ્રશ્યમાન થઈ રહી છે. તે એવા નેતા છે, જેેમની રાહ દેશ ઘણાં સમયથી જોઈ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 29 સપ્ટેમ્બરની રાત્રે વડાપ્રધાન મોદી અમેરીકાના પ્રવાસથી પરત ફર્યા છે. તેમણે અમેરીકામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અને 'હાઉડી મોદી' સહિત અનેક કાર્યક્રમોમાં સંબોધન કર્યુ હતું. મોદીએ આ પ્રવાસ દરમિયાન અન્ય દેશના વડાઓ સાથે દ્વીપક્ષીય બેઠકો પણ કરી હતી.