ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધોમાં વ્યાપારિક કરાર પર મતભેદ મહત્વનો અવરોધ છે. U.S ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC)ના અધ્યક્ષ નિશા દેસાઈ બિસ્વાલે આ અંગે મીડિયા સાથે વાત કરી છે. વાત-ચીતમાં કહ્યું કે, 'અમે આ યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની વ્યાપાર સબંધી કરાર કે જાહેરાત થયા તેની આશા સેવી રહ્યા છે'
મોદીની યાત્રાથી અમેરિકામાં કારોબારીઓને વ્યાપારિક કરારની આશા - હ્યૂસ્ટન
હ્યૂસ્ટન : વડાપ્રધાન મોદી હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેવા અમેરિકા પહોચ્યાં છે. તેમના આ પ્રવાસ દરમિયાન અમેરિકી કારોબારી સમુદાય દુનિયાના સૌથી મોટા 2 લોકતંત્રો વચ્ચે વ્યાપારિક કરારની ઉમ્મીદ કરી રહ્યા છે.
etv bharat
અમેરિકા પહોંચેલા વડાપ્રધાન મોદીનું જૉજ બુશ આંતરાષ્ટ્રીય હવાઈ મથકે ભારતીય સમુદાયે સ્વાગત કર્યુ હતું. વડાપ્રધાન હાઉડી મોદી કાર્યક્રમમાં 50 હજારથી વધુ ભારતીય-અમેરિકી લોકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ પણ ઉપસ્થિત રહેશે.
અમેરિકી ચેમ્બર્સ ઓફ કોમર્સ પર કામ કરનારી USIBC અમેરિકી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. જેનો સબંધ ભારત સાથે છે. અને તે બંને દેશો વચ્ચે સારો અને મોટો દ્વિપક્ષીય વ્યાપારિક સંબંધ બને તે પક્ષમાં છે.
Last Updated : Sep 22, 2019, 11:54 AM IST