ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી આજે સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધી પરિષદનું ઉદ્ઘાટન કરશે - વ઼ડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદી આજે સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય પરિષદની થીમ 'સતર્ક ભારત, સમૃદ્ધ ભારત' છે.

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી

By

Published : Oct 27, 2020, 7:24 AM IST

  • વડાપ્રધાન મોદી સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધી પરિષદનું ઉદ્ઘાટન કરશે
  • સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા કાર્યક્રમ આયોજિત
  • રાષ્ટ્રીય પરિષદની થીમ 'સતર્ક ભારત, સમૃદ્ધ ભારત'

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી આજે સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય પરિષદની થીમ 'સતર્ક ભારત, સમૃદ્ધ ભારત' છે.

વડાપ્રધાન મોદી દ્વારા સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધી પરિષદનું ઉદ્ઘાટન

વિજિલન્સ અવેરનેસ વીક સાથે ત્રણ દિવસીય સંમેલન એક સાથે યોજવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પરિષદની પ્રવૃત્તિઓમાં સતર્કતા જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.આ સમ્મેલન 3 દિવસ સુધી ચાલશે.

PMO દ્વારા નિવેદન જાહેર

આ ઉપરાંત, આ પરિષદમાં ક્ષમતા નિર્માણ અને તાલીમ, ઝડપી અને વધુ અસરકારક તપાસ માટે એજન્સીનું બહુ-પરિમાણીય સંકલન, આર્થિક અપરાધોમાં ઉભરતી પ્રવૃતિઓ, સાયબર ક્રાઇમ અને અપરાધ તપાસ એજન્સીઓ વચ્ચે તપાસ અને અપરાધને રોકવા માટે ઉપયોગ કરાતી વિધિયોને એક બીજી સાથે શેર કરવા જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.

PMO દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે, આ ભારતમાં વ્યવ્સાય કરવા માટે એક મહત્વપૂર્ણ યોગદાન છે. આ કાર્યક્રમના ઉદ્ધાટનને કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ સંબોધિત કરશે. જેમાં ભ્રષ્ટાચાર નિરોધક બ્યૂરોના અધિકારીઓ, સતર્કતા બ્યૂરો અને CBIના અધિકારીઓ હાજર રહેશે.

ABOUT THE AUTHOR

...view details