મોદીએ આ વિશે ટ્વીટ કર્યું હતું કે, હું સાઉદી અરેબિયા પહોંચી ગયો છું, નજીકના મિત્રો સાથેના સંબંધોને મજબૂત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ પ્રવાસની શરૂઆત કરી રહ્યો છું. હું આ યાત્રા દરમિયાન ઘણા કાર્યક્રમોમાં હાજરી આપીશ.
વડાપ્રધાન મોદી 'ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ ફોરમ' માં વ્હાટ્સ નેક્સ્ટ ફોર ઈંડીયા ? પર એક મહત્વપૂર્ણ વ્યાખ્યાન આપશે. મોદી પોતાની યાત્રા દરમિયાન સાઉદી અરેબિયાના શાહ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે.
વડાપ્રધાને પ્રવાસ પર જતા પહેલા દિલ્હીમાં પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, હું સાઉદી અરેબિયાના શાહ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને પણ મળીશ અને દ્વિપક્ષીય સહયોગના વિવિધ મુદ્દાઓ અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરીશ.