ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી-શાહે ભારતનું ભવિષ્ય બર્બાદ કર્યુઃ રાહુલ ગાંધી - નાગરિકતા સંશોધન કાયદો

નવી દિલ્હી:  CAA અને NRC વિરૂદ્ધ પ્રદર્શનને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સામે આકરા પ્રહારો કર્યા હતા.

દેશની વહેંચીને નફરત પાછળ છુપાઇ રહ્યાં છે મોદી અને શાહ : રાહુલ
દેશની વહેંચીને નફરત પાછળ છુપાઇ રહ્યાં છે મોદી અને શાહ : રાહુલ

By

Published : Dec 22, 2019, 8:45 PM IST

રાહુલે કહ્યું કે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ લોકોને વહેંચી રહ્યાં છે. સાથે જ પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે નફરત પાછળ છુપાઈ જાય છે.

રાહુલે ટ્વીટ કરી કહ્યું કે, 'ભારતના યુવાઓ, મોદી અને શાહે તમારા ભવિષ્યને બર્બાદ કરી નાખ્યુ છે. તે નોકરીઓની કમી અને અર્થવ્યવસ્થાની સ્થિતિને લઇને તમારા ગુસ્સાનો સામનો નહીં કરી શકે. એ જ કારણ છે કે આપણા ભારતને વહેંચી રહ્યા છે અને નિષ્ફળતા પાછળ છુપાઇ રહ્યાં છે.

કોંગ્રેસ નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ સોમવારે રાજઘાટ પર સત્યાગ્રહ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ સહિત પક્ષના ટોંચના નેતાઓ હોવાની સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details