નવી દિલ્હીઃ વિશ્વ કોરોના મહામારી સામે જંગ લડવા જે રીતે લોકો એક બીજાને મદદ કરી રહ્યાં છે તેમ દેશો પણ આ સંકટની ઘડીમાં એક બીજા દેશને મદદ કરવા આગળ આવી રહ્યાં છે. હાલ ભારતે કોરોના સામે લડવા પાડોશી દેશ નેપાળને 23 ટન દવા મોકલી છે.
કોરોના વાઈરસ સામે લડવા માટે ભારતે 23 ટન દવા તેના પાડોશી દેશ નેપાળને મોકલી છે. જેના બદલ નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
કોરોના વાઈરસના કહેર વચ્ચે આખું વિશ્વ ચિંતામાં છે. વિશ્વમાં એવા કેટલાક જ દેશો બાકી છે જયાં આ કાળ પહોંચ્યો નથી. સંકટની આ ઘડીમાં જે રીતે લોકો એકબીજાના મદદ કરી રહ્યાં છે તેમ ઘણા દેશો પણ એકબીજાને મદદ કરી રહ્યા છે. આ કડીમાં ભારતે કોરોના વાઈરસ સામે લડવા માટે 23 ટન દવા તેના પાડોશી દેશ નેપાળને મોકલી છે.
નેપાળને દવા મોકલવા બદલ ત્યાંના વડાપ્રધાન વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.