વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત USD 5 ટ્રિલિયન અર્થવ્યવ્સ્થા બનવાનું સપનું જોઈ રહ્યું છે. તેમણે કહ્યું જ્યારે 2014માં મારી સરકારે કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારે ભારતની GDP 2 ટ્રિલિયન અમેરિકી ડૉલર હતી. પરંતુ અમે 5 વર્ષમાં USD 3 ટ્રિલિયન સુધી વધારી છે.
વધુમાં મોદીએ કહ્યું કે, મને વિશ્વાસ છે અમે ટૂંક સમયમાં USD 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાનું સપનું સાકાર કરશું. પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ના મોટા ભાગની જોગવાઈ નાબુદ કરવા અંગે શનિવારે કહ્યું હતું કે, ભારતે આતંકવાદ અને અલગાવવાદના પાછળનું એક મોટું કારણ નષ્ટ કરીં નાખ્યું છે.
વડાપ્રધાન મોદીએ થાઈલેન્ડની રાજધાનીમાં આયોજિત ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં જ્યારે કાશ્મીર અંગે ચર્ચા કરી, ત્યારે ત્યાં અંદાજીત 5 હજાર લોકોએ ઉભા પગે મોદીને તાળીઓથી વધાવી લીધા હતા. તેમણે કહ્યું કે, તમે જાણો છો ભારતે આતંકવાદ અને અલગાવવાદના બીજ રોપાવા પાછળના એક મોટા કારણથી છુટકારો મેળવવાનો નિર્ણય કરી લીધો છે.
એક ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજિત 'સ્વસ્તિ PM મોદી' કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે જ્યારે નિર્ણય યોગ્ય હોય તો એના પડઘા સમગ્ર દુનિયામાં સાંભળવા મળે છે અને હું થાઈલેન્ડમાં પણ એ સાંભળી રહ્યો છું. સરકારનું માનવું છે કે રાજ્યમાં આતંકવાદ અને અલગાવવાદનું મુખ્ય કારણ જમ્મુ-કાશ્મીરના બંધારણમાં આપેલ વિશેષ કલમ 370 છે.
પીએમ મોદીએ અંદાજીત 50 મિનીટ સુધી પોતાના ભાષણમાં એમની સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓ, લોકસભા ચૂંટણીમાં મોટા જનાદેશ સાથે સત્તામાં વાપસી, ભારતીય અર્થવ્યવસ્થાની મજબુતી, દેશના સમગ્ર વિકાસમાં ભારતીય સમુદાયનું મહત્વ અને ભારત વૈશ્વિક સ્તરે 'મોટી તાકત'ના રૂપમાં વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, એમની સરાકાર તે આકાંક્ષાઓને પૂર્ણ કરવાના પ્રયાસો કરીં રહી છે, જે પહેલા અસંભવ લાગતી હતી. મોદીએ ભારતની 'એક્ટ ઈસ્ટ' નીતિ અને ભારત તથા થાઈલેન્ડ વચ્ચેના ઐતિહાસિક સબંધોનો ઉલ્લેખ કર્યો. ત્રણ દિવસ માટે ત્યાં ગયેલા મોદી રવિવારે આસિયાન-ભારત શિખર સમ્મેલનને સંબોધન કરશે.
પોતાના સંબોધનમાં મોદીએ ભારત અને થાઈલેન્ડ વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોના ઉલ્લેખ કરીને કહ્યું કે આ 'દિલ' અને 'આત્મા'નો સબંધ છે. તેમણે કહ્યું કે, તેમની સરકાર પૂર્વોતર ક્ષેત્રના થાઈલેન્ડ સાથે કનેક્ટિવિટી વધારવા પર ધ્યાન આપી રહી છે. આ થાઈલેન્ડની એમની પ્રથમ અધિકૃત યાત્રા છે અને હું દેશના વિવિધ પાસામાં ઘણી ભારતીયતા જોઈ રહ્યો છું. પછી ભલે તે સંસ્કૃતિ હોઈ, ખાવા-પીવાની આદત હોઈ કે સામાજિક મુલ્ય. સમગ્ર દુનિયા ભારત સાથે દિવાળી મનાવી રહી છે અને હું જોઈ શકું છું કે અહીંયા પણ એવું જ છે.
વડાપ્રધાને થાઈલેન્ડના શાહી પરિવાર સાથેના સબંધ અંગે પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રાજકુમારી મહા ચક્રી સિરિનધર સંસ્કૃતની વિદ્વાન છે અને તેમનો ભારત સાથે ઉંડો સબંધ છે. મોદીએ કરતારપુર કોરીડોરની ચર્ચા કરી અને કહ્યું કે, આવનાર અઠવાડીયામાં કોરીડોર ખોલ્યા બાદ શ્રદ્ધાળુ પાકિસ્તાનના ગુરૂદ્વારા કરતારપુર સાહિબ જઇ શકશે.તેમણે કહ્યું, જ્યારે ભારત બોલે છે ત્યારે સમગ્ર દુનિયા સાંભળે છે કારણ કે, 1.3 અરબ ભારતીય નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે. આ બદલાવના કારણે જ ભારતના લોકોએ લોકસભા ચૂંટણીમાં અમને પહેલાં કરતાં પણ મોટો જનાદેશ આપ્યો છે.
વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત વિશ્વની સૈથી ઝડપી વિકાસ કરનારી અર્થવ્યવસ્થામાં શામેલ છે અને દેશ 5 હજાર અરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનવા માટે ખુબ મહેનત કરે છે.