ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી દેશને કરી રહ્યા છે બરબાદ, જલ્દી જ તૂટશે ભ્રમ: રાહુલ ગાંધી - રાહુલ ગાંધી ટ્વીટ

રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી દેશને બરબાદ કરી રહ્યા છે. ડિમોનેટાઇઝેશન, જીએસટી, કોરોના રોગચાળામાં દુવ્યવસ્થા, અર્થતંત્ર અને રોજગારનો નાશ. તેના મૂડીવાદી મીડિયાએ એક ભ્રમણા ઉભી કરી છે. આ વહેમ ટૂંક સમયમાં જ તૂટી જશે.

Rahul
Rahul

By

Published : Jul 30, 2020, 12:33 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલે ગુરુવારે ટ્વીટ કર્યું હતું કે મોદી દેશને બરબાદ કરી રહ્યા છે. ડિમોનેટાઇઝેશન, જીએસટી, કોરોના રોગચાળામાં દુવ્યવસ્થા, અર્થતંત્ર અને રોજગારનો નાશ. તેના મૂડીવાદી મીડિયાએ એક ભ્રમણા ઉભી કરી છે. આ વહેમ ટૂંક સમયમાં જ તૂટી જશે.

આ પહેલા રાહુલ ગાંધીએ મોદી સરકારને રાફેલની ખરીદી અંગે પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે પૂછ્યું કે દરેક વિમાનની કિંમત 526 કરોડને બદલે 1670 કરોડ કેમ આપવામાં આવી? 126 ને બદલે માત્ર 36 વિમાન કેમ ખરીદશો? એચએએલને બદલે નાદાર અનિલ અંબાણીને 30 હજાર કરોડનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો?

આ પહેલા રાહુલ ગાંધીએ સોમવારે લદ્દાખમાં ચીની ઘુસણખોરી મામલે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે સત્યને છુપાવવા અને ચીનને ભારતીય ભૂમિ પર કબજો કરવાની મંજૂરી આપવી રાષ્ટ્રવિરોધી છે.

ABOUT THE AUTHOR

...view details