ભારતીય સેનાએ ઉરીમાં 18 સપ્ટેમ્બરના રોજ આતંકી હુમલાનો વળતો પ્રહાર કરવા POKમાં ઘૂસીને આતંકી છાવણીને નષ્ટ કરી દીધી હતી. ઉરી હુમલામાં 18 જવાન શહિદ થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે 28 સપ્ટેમ્બર છે. ત્રણ વર્ષ પહેલા આ જ દિવસે હું આખી રાત સૂઈ શક્યો નહોંતો. કારણ કે હું ફોનની રાહ જોઈ રહ્યો હતો. કારણ કે આ જ દિવસે ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. ભારતીય જવાનોએ પોતાના જીવને જોખમ પર રાખીને પોતાના સાહસનો પરીચય આપ્યો હતો.
મોદીએ પોતાના પ્રવાસ વિશે કહ્યું કે, વિશ્વમાં ભારતનું માન વધ્યું છે કારણ કે 130 કરોડ ભારતીયોએ એક સ્થિર અને મજબુત સરકાર પસંદ કરી છે. નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, અમેરિકા પ્રવાસ દરમિયાન તેણે અનુભવ્ચું કે કેવી રીતે 2014થી 2019 સુધીમાં દુનિયાની નજર ભારત પ્રતિ બદલી છે.
'હાઉડી મોદી' સમારોહ વિશે ચર્ચા કરતા કહ્યું કે, આ સમારોહમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને બન્ને દેશના પ્રતિનિધિઓ એક મંચ પર આવ્યા હતા. આ સમારોહમાં ભારતે તેમની તાકાતનો પરીચય આપ્યો હતો.