વડાપ્રધાને આંતકવાદનો મુદ્દો ઉઠાવ્યા બાદ ત્રણેય નેતાઓ પોતાની વચ્ચે ત્રિપક્ષીય સહયોગ વધારવા અને પોતાના અધિકારીઓને વાતચીત કરવા માટે જણાવ્યું હતુ. વિદેશ સચિવ વિજય ગોખલેએ G-20 સંમ્મેલન દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે આતંકવાદના મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું કે તે એક વૈશ્વિક પડકાર છે. જેને આંતરરાષ્ટ્રીય સમુદાયે એક થઈ લડત આપવી જોઈએ.
રશિયા-ભારત-ચીનની બેઠકમાં વડાપ્રધાને આંતકવાદનો ઉઠાવ્યો મુદ્દો - PUTIN
ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રશિયા-ભારત-ચીનની ત્રિપક્ષીય બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત કરી હતી. આ દરમિયાન આંતકવાદના કારણે ઉદ્ભવતા વૈશ્વિક પડકારો ઉજાગર કરતા આ બાબતે આંતરરાષ્ટ્રીય સંમ્મેલનની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતુ.
ગોખલેએ જણાવ્યું કે મોદીએ કહ્યું કે તેઓએ આંતકવાદ સામે લડવા માટે વિચાર-વિમર્શ માટે આંતરરાષ્ટ્રીય સંમ્મેલનના આયોજનની જરૂરત છે, જે માટે ચીન અને રૂસ સહયોગ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. બેઠકમાં ત્રણેય નેતાઓએ બહુપક્ષીય પડકારોની પણ ચર્ચા કરી અને સ્થાપિત સંસાધનો થકી પડકારોનો સામનો કરવો જરૂરી છે.
વિદેશ સચિવે જણાવ્યું કે "ત્રણેય નેતાઓ બદલાતા આર્થિક અને વૈશ્વિક માહોલના યુગમાં વૈશ્વીકીકરણ, મુક્ત વ્યાપારની નીતિ જાળવી રાખવી અને સંરક્ષણવાદી પ્રવૃતિઓનો વિરોધ કરવા પર એકમત હતા." તેમજ ત્રિપક્ષીય સંમ્મેલનોના આયોજનની પરંપરા જાળવી રાખવા સહમતિ દર્શાવી હતી.