આ મોનિટરીંગ ચેકપોસ્ટનું નિર્માણ વેપાર અને લોકોની સુગમતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. ભારત અને નેપાળ વચ્ચે બીજી સંકલિત મોનિટરીંગ ચેકપોસ્ટ છે. આ પહેલા રક્સૌલ બીરગંજ બૉર્ડર પર મોનિટરીંગ પોસ્ટ બનાવવામાં આવી હતી.
ભારત-નેપાળ વચ્ચે બીજી ચેકપોસ્ટનું થશે ઉદ્ઘાટન, વેપારના નવા દ્ધાર ખુલશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ મંગળવારે જોગબની- વિરાટનગરની બીજી સંકલિત મોનિટરીંગ પોસ્ટનું (ICP)નું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરવાના છે.
વડાપ્રધાન મોદી
વડાપ્રધાનના કાર્યાલય દ્વારા એક ટ્વીટમાં જણાવાયું હતું કે, બંને દેશના વડાઓ નેપાળમાં ભારતની સહાયતાથી ભૂકંપ બાદ મકાન નિર્માણ કાર્ય પર કામ કરશે. ભારતે નેપાળના ગોરખા અને નવાકોટ જિલ્લામાં 50,000 મકાન નિર્માણની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જેમાંથી 45,000 મકાનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.