ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી શનિવારના રોજ કોલકત્તાના બે દિવસના પ્રવાસ પર જવાના છે. આ દરમિયાન તેઓ કોલકાતા બંદરગાહ ટ્રસ્ટના સમારોહમાં ભાગ લેશે અને પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે મુલાકાત કરશે.
PM મોદી બે દિવસીય બંગાળના પ્રવાસે, મમતાની સાથે મંચ શેર કરે તેવી શક્યતા - mamta benarji
કોલકત્તા: વડાપ્રધાન મોદી શનિવારથી પશ્વિમ બંગાળના 2 દિવસીય પ્રવાસે જવાના છે. પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરર્જી સાથે રાજભવનની મુલાકાત પણ કરશે. સાથે જ વડાપ્રધાન મોદી અને મમતા બેનર્જી એક સાથે મંચ શેર કરશે, તેવી પણ સંભાવનાઓ છે.
![PM મોદી બે દિવસીય બંગાળના પ્રવાસે, મમતાની સાથે મંચ શેર કરે તેવી શક્યતા modi mamata likely to share stage today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5672239-thumbnail-3x2-mamata.jpg)
modi mamata likely to share stage today
PM મોદીનો આ પ્રવાસ ત્યારે છે, જ્યારે પશ્વિમ બંગાળમાં નાગરિકતા સુધારા કાયદા CAA અને NRCનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે.
મોદી કોલકત્તા બંદરગાહ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠના અવસર પર આયોજીત એક સમારોહમાં ભાગ લેશે અને શનિવાર સાંજે રાજ ભવનમાં મમતા બેનર્જી સાથે બેઠક કરશે. સમગ્ર વાતની પુષ્ટિ રાજ્ય સચિવાલયના એક અધિકારી દ્વારા કરવામાં આવી છે.