ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UNમાં ગાંધીજીની ટપાલ ટિકિટનું વિમોચન, PM બોલ્યાં- ગાંધીજીનું નિસ્વાર્થપણું વિશ્વ માટે માર્ગદર્શક

ન્યૂયોર્ક: મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીને ઉજવવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે દરમિયાન સોલાર પાર્ક અને સંયુક્ત રાષ્ટ્રે ગાંધીજીની એક ટપાલ ટિકિટનું બહાર પાડી છે. આ કાર્યક્રમ દરમિયાન કેટલાક રાષ્ટ્ર પ્રમુખે તેમના વિચારો પણ રાખ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વૈશ્વિક નેતાઓએ અહીં સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય મથકમાં ગાંધી સોલાર પાર્કનું ઉદ્ધાંટન કર્યું હતું. આ દરમિયાન UN મહાસચિવ હાજર રહ્યા હતાં.

Etv Bharat

By

Published : Sep 25, 2019, 12:07 PM IST

Updated : Sep 25, 2019, 4:31 PM IST

ગાંધીની 150મી જન્મજ્યંતી પર UNમાં મહાત્મા ગાંધીના જીવન પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં PM મોદીએ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, ગાંધીજી ભારતીય હતા, પરંતુ ગાંધીજીના વિચારો ફ્ક્ત ભારત પૂરતા નહોતા, પરંતુ ગાંધીવિચાર સમગ્રમાં આજે પણ પ્રાસંગિક છે. આ મંચ તેનું જીવંત ઉદાહરણ છે. તમે કલ્પના કરી શકો છો કે, જે લોકો ગાંધીજીને મળ્યા પણ નથી તે લોકો પણ તેમનાથી પ્રભાવિત થયા છે. ગાંધીજી સાથે મુલાકાત કરનાર માર્ટિન લૂથરકિંગ જૂનિયર હોય કે નેલ્સન મંડેલા ગાંધી વિચારોથી પ્રભાવિત થયેલા. ગાંધીજીનું વિઝન પ્રભાવિત કરનારુ હતું.

UNમાં મહાત્મા ગાંધી પર ટપાલ ટિકિટ જાહેર

મોદી સંબોધનના અમુક અંશો...

  • ક્લાઈમેટ ચેન્જ હોય કે પછી આતંકાવાદ, ભ્રષ્ટાચાર હોય કે નિસ્વાર્થ સામાજિક જીવન, ગાંધીજીનો નિસ્વાર્થી સામાજિક જીવનનો સિદ્ધાંત વિશ્વ માટે માર્ગદર્શિકા તરીકે કાર્ય કરે છે. હું માનું છું કે, ગાંધીજીએ બતાવેલો આ માર્ગ વધુ સારી દુનિયા બનાવવા માટે પ્રેરણાદાયક સાબિત થશે.
  • છેલ્લા 5 વર્ષોમાં આપણે જનભાગીદારીને પ્રાથમિકતા આપી છે. સ્વચ્છ અભિયાન હોય કે ડિજીટલ ઈન્ડિયા, લોકો આ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યાં છે.
  • જો આઝાદીના સંધર્ષની જવાબદારી ગાંધીજી પર ન હોત તો પણ તેઓ સ્વરાજ અને સ્વાવલંબનના મૂળ તત્વોને લઈને આગળ વધ્યા હોત.
  • ગાંધીજીનું આ વિઝન આજના ભારત સામે મોટા પડકારોના સમાધાન કરવા માટે એક માધ્યમ બની રહ્યું છે.
    UNમાં મહાત્મા ગાંધી પર ટપાલ ટિકિટ જાહેર, PM મોદીએ સોલાર પાર્કનું કર્યું ઉદ્ધાટન

આ સમારોહમાં UNના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુતારેસ અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, ભૂટાનના વડાપ્રધાન લોતે શેરિંગ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈ ઈન, સિંગાપુરના વડાપ્રધાન લી સીન લુંગ, જમૈકાના વડાપ્રધાન એન્ડ્રુ માઇકલ હોલનેસ અને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ન સહિત અનેક રાષ્ટ્ર પ્રમુખ હાજર રહ્યાં હતાં.

UNમાં મહાત્મા ગાંધી પર ટપાલ ટિકિટ જાહેર
Last Updated : Sep 25, 2019, 4:31 PM IST

ABOUT THE AUTHOR

...view details