જોકે, ગૃહમંત્રાલયે એ નથી જણાવ્યું કે, ઉદ્ધાટનની તારીખ શું કામ બદલવામાં આવી. પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં નરોવાલ જિલ્લા સ્થિત કરતારપુર સાહેબ ગુરુદ્વારા ડેરા બાબા નાનકની પાસેની સરહદ ફક્ત 4.5 કિમી દૂર છે.
આ પવિત્ર સ્થળ કૉરિડોરના માધ્યમથી આખું વર્ષ ભારતીય શ્રદ્ધાળુંને યાત્રા કરવા માટે સુલભ બની રહેશે.
પવિત્ર સ્થળમાં દરરોજ પાંચ હજાર શ્રદ્ધાળું દર્શન કરી શકશે. ભારત યાત્રિઓની યાદી 10 દિવસ પહેલા જાહેર કરશે. પાકિસ્તાનની યાદીની ચકાસણી કર્યા બાદ ચાર દિવસ પહેલા અંતિંમરુપ આપવામાં આવશે.
શિખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનક દેવજીના 550માં પ્રકાશોત્સવના એક અઠવાડિયા પહેલા ભારત તરફથી 4.2 કિમી લાંબો કૉરિડોર 31 ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે.