નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શુક્રવારે બિશ્કેકમાં SCO શિખર સમ્મેલન દરમિયાન એક-બીજાનું અભિવાદન કર્યુ. સહયોગ સંગઠન શિખર સમ્મેલનના આયોજન સ્થળે મોદી અને ખાને એકબીજાનું અભિવાદન કર્યુ.
બિશ્કેક સંમેલન: મોદી-ઈમરાને કર્યુ એકબીજાનું અભિવાદન
બિશ્કેકઃ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે અંતે શંઘાઈ સહયોગ સંમેલન દરમિયાન મુલાકાત થઈ છે. અગાઉ બંને નેતાઓ બે વખત સામ-સામે આવવા છતાં મોદીએ ઈમરાનને નજરઅંદાજ કર્યા હતા. મોદીએ સમિટ દરમિયાન પોતાના ભાષણમાં આંતકવાદ મુદ્દે નામ લીધા વિના પાકિસ્તાન પર પ્રહાર કર્યા હતા.
મોદી અને ઈમરાન ખાન અહીં SCOના વાર્ષિક શિખર સમ્મેલનમાં ભાગ લેવા આવ્યા છે. બે સપ્તાહ અગાઉ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ પોતાના ભારતીય સમકક્ષોને પત્ર લખી દ્વિપક્ષીય સંવાદને ફરી શરૂ કરવાનું સૂચન કર્યુ હતુ.
ઈમરાન ખાને 26 મેના રોજ મોદીને ટેલિફોન થકી બંને દેશોના નાગરિકોના હિતમાં સાથે મળી કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અહીં નોંધનીય છે કે પુલવામાં હુમલામાં સીઆપીએફના કાફલા પર આંતકવાદી હુમલો થયો હતો. ત્યાર બાદ બંને વડાપ્રધાનના સંબંધમાં તિરાડ પડ્યા પછીનું આ પ્રથમ અભિવાદન છે.