કોંગ્રેસે પોતાના ટ્વીટર હેંડલ પરથી વધુ એક પોસ્ટ શેયર કરી છે. જેમાં લખ્યું હતું કે, RBIને લૂંટ્યાં બાદ સરકારે કરદાતાઓને તો જણાવવું જ જોઈએ કે, તેઓ પૈસાનો ક્યાં ઉપયોગ કરે છે.
મોદી સરકારની કમાલ, અર્થવ્યવસ્થા થઈ બેહાલઃ કોંગ્રેસ - Modi governmen
નવી દિલ્હીઃ કોંગ્રેસે મોદી સરકારનો ફિટ ઈન્ડિયા કાર્યક્રમમાં ઉધડો લીધો હતો. કોંગ્રેસે ટ્વીટ કર્યુ હતું કે, રુપયા હુઆ હે બે દમ, દેખો સાહબ કા કમાલ, ઉપર સાહબ નીચે રુપયા, અને કેપ્શનમાં અનફિટ સરકાર, અનફિટ અર્થવ્યવસ્થા લખી શેયર કર્યુ હતું.

કોંગ્રેસ
ઉલ્લેખનીય છે કે, ફિચ ઈન્ડિયા રેટિંગ અનુસાર આ વર્ષે ભારતનો GDP 6.7 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. અગાઉ 7.3 ટકા અનુમાન રખાયું હતું.
આમ, કોંગ્રેસ કથળાતી અર્થવ્યવસ્થાને લઈ સરકારને આડે હાથ લેતાં કહ્યું કે, ભાજપ પાસે પારદર્શી હોવાની અને અર્થવ્યવસ્થામાં સુધારો થવાની આશા કરવાની બેકાર છે.
Last Updated : Aug 29, 2019, 7:08 PM IST