નવી દિલ્હીઃ હાલ, વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતિમ ચરણમાં છે, ત્યારે કાયદા પ્રધાન રવિશંકર પ્રધાને શાહીન બાગમાં ચાલતા પ્રદર્શન મહત્વનું નિવેદન આપ્યું છે.
CAA વિરોધ: શાહીન બાગના આંદોલનકારીઓ સાથે વાત કરશે મોદી સરકાર - કાયદા પ્રધાન રવિશંકર
કાયદા પ્રધાન રવિશંકરે શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ટ્વીટ કરતાં લખ્યું છે કે, "શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે લોકો સાથે વાતચીત કરવા માટે પ્રસ્તાવ રજૂ કરાયો છે. "

shaheen-bagh
કેન્દ્રીય કાયદા પ્રધાને ટ્વીટ કરતાં કહ્યું હતું કે, શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો સાથે વાતચીત કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. મોદી સરકાર દ્વારા નક્કી કરાયેલાં માપદંડો હેઠળ શાહીન બાગના પ્રદર્શનકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. જેમાં આંદોલનકારીઓમાં રહેલી CAA-NRC અંગેની ગેરસમજ દૂર કરવામાં આવશે.