આપને જણાવી દઈએ કે, એક વર્ષમાં બે વખત બજેટ એ કાંઈ નવી વાત નથી. વાસ્તવમાં એવું હોય છે કે, જે વર્ષે ચૂંટણી હોય છે તે વર્ષે સરકાર વચગાળાનું બજેટ રજૂ કરતી હોય છે. જેને વોટ ઓન અકાઉન્ટ બજેટ પણ કહેવાય છે. આ બજેટમાં ચૂંટણીમય વર્ષમાં નવી સરકારના નિર્માણ સુધી ખર્ચની જોગવાઈ કરવા માટે બનતું હોય છે. આ વચગાળાના બજેટમાં એવો એક પણ નિર્ણય લેવામાં આવતો નથી જેને પૂરુ કરવા માટે સંસદની મંજૂરી લેવી પડે.
બજેટ 2019: જાણો આખરે મોદી સરકાર એક વર્ષમાં બે વખત કેમ બજેટ રજૂ કરે છે ! - nirmala sitaraman
ન્યૂઝ ડેસ્ક: લોકોને હજૂ સુધી એ વાત સમજાતી નથી કે, આખરે મોદી સરકાર એક વર્ષમાં બે વખત કેમ બજેટ રજૂ કરે છે ! મોદી સરકાર 5 જૂલાઈ એટલે કે આવતી કાલે પોતાના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.આ અગાઉ ફેબ્રુઆરીમાં સરકારે વચગાળાનું બજેટ પણ રજૂ કર્યું હતું. તેથી અનેક લોકોના મનમાં પ્રશ્ન થઈ રહ્યા છે કે, આખરે એકની જગ્યાએ બે વખત કેમ બજેટ રજૂ કરાય છે.
ians
તો વળી સામાન્ય બજેટમાં સરકાર આવનારા વર્ષનું અવલોકન રજૂ કરે છે. સરકાર સંસદમાં જણાવે છે કે, આવનારા વર્ષમાં ક્યાં કામ માટે કેટલા રૂપિયા ખર્ચ કરવામાં આવશે. મોદી સરકારે પણ ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું અને હવે આવતી કાલે 5 જૂલાઈએ ફરી પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.
સામાન્ય બજેટ અને વચગાળાના બજેટમાં અંતર
સામાન્ય બજેટ આખા વર્ષ માટે હોય છે જ્યારે વચગાળાનું બજેટ અમુક મહિનાઓ માટે હોય છે.