નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, આ સિગરેટ સમાજમાં એક નવી સમસ્યાને જન્મ આપી રહી છે અને બાળકો તેનો ઉપયોગ કરી રહ્યાં છે. નાણાપ્રધાને ભારતીય કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જાહેર કરવામાં આવેલ એક વ્હાઇટ પેપરના બાદ નિર્ણય લીધો છે. જેમાં ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરવામાં આવી હતી.
શું છે ઈ-સિગરેટ....
ઈ-સિગરેટ અથવા ઈલેક્ટ્રોનિક સિગરેટ એક બેટરી દ્વારા ચાલતું ડિવાઈસ છે. જે તમાકુ અને ગેર તમાકુ પદાર્થોની વરાળને સાંસ સુધી લઈ જાય છે. આમાં કોઈ ધુમાડો નથી હોતો. આ સિગરેટ એક ટયૂબના આકારમાં હોય છે. જેનો રૂપ સિગરેટ અથવા સિગાર જેવા બનાવવામાં આવે છે.
સરકારે ઈ સિગરેટ પર પ્રતિબંધ લગાવ્યો છે. નિયમોનું પાલન ન કરવા પર દંડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રથમવાર નિયમનો ભંગ કરવા પર એક વર્ષની સજા અથવા 1 લાખ દંડની જોગવાઇ છે. જ્યારે વારંવાર ગુનો કરવા પર 3 વર્ષ સજા અથવા 5 લાખનો દંડની જોગવાઇ કરવામાં આવી છે.