મોદી સરકાર 2.0: જાણો આર્થિક સર્વેક્ષણની મહત્વની વાતો - Government
ન્યૂઝ ડેસ્ક: કેન્દ્રની મોદી સરકારે બીજા કાર્યકાળનું સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરી દીધું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. આ સર્વેક્ષણ અનુસાર ભારતમાં વિકાસદર ગતિ પકડશે, જેમાં આવનારા સમયમાં વિકાસદર 7 $ની આસપાસ રહેવાની સંભાવના જણાવામાં આવી છે.
મોદી સરકાર 2.0: જાણો આર્થિક સર્વેક્ષણની મહત્વની વાતો
ગત વર્ષ 2018-19માં GDP પાંચ વર્ષના ગાળામાં નીચે એટલે કે 6.8 ટકા રહ્યો હતો. 7 ટકા GDPનો એક એવો પણ અર્થ થાય કે, ભારત વિશ્વમાં સૌથી વધું ઝડપી વિકાસ કરી રહ્યું છે. અહીં ગ્લોબલ ગ્રોથમાં ઘટાડો થવાની વાત પણ ઉમેરવામાં આવી હતી.વર્ષ 2019-20માં GDP 7 ટકાની આસપાસ રહે તેવી સંભાવના સંસદમાં નાણાપ્રધાને રજૂ કરી હતી. વિતેલા થોડા વર્ષની સરખામણી જોઈએ તો, આ ઘણી સારી સ્થિતિ માનવામાં આવે છે, તથા આ અર્થવ્યવસ્થા સુધારાના પણ સંકેત ગણી શકાય.
- NPAsના મામલમાં સરકારને મોટી સફળતા મળી છે. માર્ચ 2018માં NPA 11.5 ટકા હતુ. જે ડિસેમ્બરમાં 2018માં ઘટી 10.1 ટકા થયુ છે.
- ફિક્સ્ડ ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થયો છે. 2016-17માં ફિક્સ્ડ ઈન્વેસ્ટમેન્ટ 8.3 ટકા હતુ જે 2018-19માં વધી 10 ટકા પહોચીં
- રોજગાર પર સરકારને ગત્ત એક વર્ષમાં સફળતા મળી છે. EPFO અનુસાર ફોર્મલ સેક્ટરમાં રોજગારની તકો વધી છે. ફેબ્રુઆરી 2018માં 4.87 લાખ લોકોને રોજગારી મળી હતી. જે માર્ચ 2019માં વધી 8.15 લાખ સુધી પહોચી છે.
- ચાલુ ખાતા ઘટ્યા છે જ્યારે ઘરેલુ ઉત્પાદન 2.1 % વધ્યુ છે.
- સરકારી ખજાનામાં ઘટ આવી છે, જે વર્ષ 2017-18માં 3.5 ટકા હતું. તે ઘટીને વર્ષ 2018-19માં 3.4 ટકા રહ્યો છે.
- સ્વચ્છ ભારત મિશનને દેશના અંદાજે 93.1 % ઘરમાં શૌચાલયની સુવિધા આપવામાં આવી છે.
- મોદી સરકાર દ્વારા દરરોજ રોડ બનાવવાના કામને વધારવામાં આવ્યુ છે. જે 2014-15માં 12 કિલોમીટર દરરોજ રસ્તાનું નિર્માણ થતુ હતુ. જે 2018-19માં વધી દરરોજ 30 કિલોમીટર થયો છે.
- સ્વાસ્થ્ય પર સરકારી ખર્ચ જે વર્ષ 2014-15માં 1.2 % હતુ. જે 2018-19માં વધી 1.5 % કરવામાં આવ્યુ છે.
- શિક્ષા પર સરકારી ખર્ચ જે વર્ષ 2014-15માં 2.8 % હતુ. જે 2018-19માં વધી 3 % થયુ છે.
- ઉદ્યોગમાં ખાનગી રોકાણકારોને આકર્ષવા બહુ મોટી ચેલેન્જ સાબિત થશે.
- 2018-19માં વિદેશી મુદ્રામાં ઘટાડો થયો છે, તો પર્યટકોની સંખ્યામાં વધારો થયો હોવાનું પણ જણાવાયું છે.
- પાણીનું સ્તર નીચે જવાનો ડર, સાથે સાથે સિંચાઈની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી પડશે.
- NPAમાં ઘટાડો થયો છે અને બેંકના કામમાં સુધારો જણાયો છે.