મોદી કેબિનેટે આ બેઠક મંગળવારના રોજ બોલાવી હતી. બેઠકમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટાર અપડેટ કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ કામ માટે થનારા ખર્ચ માટે બજેટ પણ જાહેર કરી દીધું છે. રજિસ્ટાર અપડેટ કરવા માટે મોટી રકમ પણ મંજૂર કરવામાં આવી છે.
રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર પર મોદી કેબિનેટની મંજૂરી, અપડેટ થશે NPR - રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર પર દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે મોદી કેબિનેટ એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે. મોદી કેબિનેટ રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર પર મંજૂરી આપી દીધી છે. સૂત્રો મુજબ આ મંજૂરી રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર એટલે કે NPRને અપડેટ કરવા માટે આપી છે.
![રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર પર મોદી કેબિનેટની મંજૂરી, અપડેટ થશે NPR ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5474309-thumbnail-3x2-m.jpg)
CAA પર આજે મોદી કેબિનેટની બેઠક, રાજ્યમાં કાઢવામાં આવશે સમર્થન રેલી
આ રજિસ્ટર નાગરિકતા કાયદો 1955ની જોગવાઈઓ અંતર્ગત સ્થાનિક, તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે તૈયાર કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ જો 6 મહિનાથી પણ વધુ સમય કોઈ વિસ્તારમાં રહે છે તો તેને નાગરિક રજિસ્ટરમાં રજિસ્ટ્રેશન કરાવવું જરુરી છે.
Last Updated : Dec 24, 2019, 3:13 PM IST