પ્રિયંકાએ મંગળવારે ટ્વીટ કરતા કહ્યું કે, “જ્યારે સમગ્ર બુંદેલખંડ, ત્યાનાં સ્ત્રી-પુરુષ, શાળાના બાળકો, અનાજ અને પશુ-પક્ષી ભયંકર દુકાળનો આતંક સહન કરી રહ્યા છે. તો બીજી તરફ વડાપ્રધાનના સ્વાગતમાં પીવાના પાણીના ટેંકર લઈને બાંદાની સડકોને ધોવામાં આવે છે. આ ચોકીદાર આવે છે કે દિલ્હીથી કોઈ શહેનશાહ પધારી રહ્યા છે..?”
મોદી માટે બુંદેલખંડમાં રોડ ધોવામાં આવતા પ્રિયંકાને આવ્યો ગુસ્સો - gujaratinews
ન્યૂઝ ડેસ્ક: ઉત્તરપ્રદેશના બુંદેલખંડના બાંદામાં વડાપ્રધાન મોદીની આગામી જનસભાને લઈ રોડ ધોવામાં આવતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોદી પર પ્રહારો કર્યા હતા. મોદી બાંદામાં ગુરૂવારે એક જનસભા કરવાના છે.
ફાઈલ ફોટો
ઉલ્લેખનીય છે કે, પ્રિયંકાએ ટ્વીટ સાથે એક વીડિયો પણ શેર કર્યો, જેમાં એક ટેંકર દ્વારા સડક પર પાણી નાખવામાં આવે છે અને સફાઈકર્મી રસ્તાને પાણીથી ધોઈ રહ્યા છે.