PM મોદીએ જણાવ્યું કે, " છેલ્લા ત્રણ દિવસથી અલવરના એક સમાચાર સામે આવ્યા છે. જ્યાં બે અઠવાડીયા પહેલા એક દલિત યુવતી સાથે કેટલાક નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો, પરંતુ આ નરાધમોની ધરપકડ કરવાને બદલે પોલીસ અને કોંગ્રેસ સરકાર કેસને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
અલવર દુષ્કર્મ મામલે મોદીના કોંગ્રેસ પ્રહાર, પૂછ્યું- કેમ ચુપ છે એવોર્ડ વાપસી ગેંગ - pm
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝીપુરની રેલીમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. PM મોદીએ રાજસ્થાનના અલવરમાં થયેલા સામુહીક બળાત્કારને લઇને કોંગ્રેસને વખોળ્યું હતું.

અલવર સામુહીક દુષ્કર્મ મામલે મોદીએ કોંગ્રેસને વખોળ્યુ
અલવર દુષ્કર્મ મામલે મોદીના કોંગ્રેસ પ્રહાર, પૂછ્યું- કેમ ચુપ છે એવોર્ડ વાપસી ગેંગ
તેઓએ જણાવ્યું કે, "કોંગ્રેસ નથી ઇચ્છતી કે, ચૂંટણી પહેલા આ સમાચાર બહાર આવે અને તેથી જ આ ઘટનાને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેને ન્યાય મળવો જોઇએ, તેને ન્યાય અપાવવાને બદલે કોંગ્રેસ ચૂંટણીમાં પોતાની શાખ બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
વધુમાં PM મોદીએ જણાવ્યું કે, તેઓએ આ ઘટનાને દબાવવાનો પ્રયત્ન કર્યો છે. હું એવાર્ડ વાપસી ગેંગને પૂછવા માગું છું કે, અલવરની પુત્રી સાથે બળાત્કાર થયો તો પણ તમે કેમ ચૂપ છો?