ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીએ કાશી વિશ્વનાથ મંદિરે કરી પુજા

વારણસીઃ 17મી લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા છે. સૌપ્રથમ તેઓ કાશી વિશ્વનાથ મંદિર પહોચ્યા હતાં. જ્યાં મંદિરે પુજા કરી હતી. મોદીની સાથે ઉત્તરપ્રદેશના CM, ભાજપ અધ્યક્ષ અમિત શાહ  પણ ઉપસ્થિત રહ્યાં હતા. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત અને વારાણસીમાંથી મોદીની જીત બાદ મોદીએ પોતાના મતવિસ્તારની મુલાકાત લીધી હતી. PM મોદી દેશના વડાપ્રધાન તરીકે 30 મેના રોજ શપથ લેશે

By

Published : May 27, 2019, 12:35 PM IST

Updated : May 27, 2019, 2:09 PM IST

PM મોદીએ કાશી વિશ્વનાથ મંદીરે કરી પુજા

મંદિરમાં પૂજા કર્યા બાદ લાલપુરમાં વણકર હસ્તકલા સંકુલ જવા રોડ માર્ગે જવા રવાના થયા હતા. સંકુલમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. મહત્વનું છે કે, ગત રોજ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યાં હતાં, જ્યાં અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યલયમાં મોદીએ એક સભા સંબાધી હતી, ત્યાર બાદ નરેન્દ્ર મોદી માતા હિરાબાને મળવા ગયાં હતાં. આજે સવારે મોદી અમદાવાદથી સીધા વારણસી પહોંચ્યાં હતાં. જ્યાં મોદીએ કાશી વિશ્વનાથમાં પૂજા અર્ચના કરી હતી.

PM મોદીએ કાશી વિશ્વનાથ મંદીરે કરી પુજા
Last Updated : May 27, 2019, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details