'PM મોદીએ બીજા ટ્વીટમાં લખ્યું કે, હું તમને ખાતરી આપવા માંગુ છું - કોઈ તમારા હક, વિશેષ ઓળખ અને સુંદર સંસ્કૃતિને છીનવી શકશે નહીં. આસામ હંમેશા વિકાસ કરતું રહેશે.'
CABથી નહીં છીનવાય આસામની અનોખી ઓળખ: PM મોદી - વડાપ્રધાન મોદીએ કહ્યું
નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ નાગરિકતા સંશોધન બિલ કાયદો બને તે પહેલાં આસામના લોકોને ખાતરી આપી છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, 'હું આસામના મારા ભાઈ-બહેનોને ખાતરી આપવા માંગું છું કે તેઓને CAB પસાર થયા પછી ચિંતા કરવાની કંઈ જ નથી.'
નાગરિકતા સંશોધન બિલ પર વડાપ્રધાન મોદીએ
તેમણે આગળ લખ્યું કે, કેન્દ્ર સરકાર અને હું, કલમ 6ની ભાવના અનુસાર, અસમી લોકોના બંધારણીય રીતે રાજકીય, ભાષાકીય, સાંસ્કૃતિક અને જમીન અધિકારને સુરક્ષિત રાખવા માટે કટિબદ્ધ છીએ.