વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના પરિવાર અને સંયુકત રાજ્ય અમેરિકાના લોકો સાથે નવા વર્ષમાં સારા સ્વાસ્થય, સમૃદ્ધિ અને સફળતાની શુભકામના પાઠવી છે.
PM મોદી અને અમેરીકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી - શુભકામના
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી છે.
PM મોદી અને ટ્રંપે એકબીજાને નવા વર્ષની પાઠવી શુભકામના
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત-અમેરિકામના સંબંધ વધુ મજબુત થયા છે. પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કામ કરવાનું ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવા વર્ષમાં ભારતના લોકો સમૃદ્ધિ અને પ્રગતિની કામના કરી છે. તેમણે બંને દેશોના સંબંધોની સફળતા પર સંતોષ વ્યક્ત કર્યો છે.