કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વારંવાર ચોકીદાર શબ્દનો પ્રયોગ કરી વડાપ્રધાન મોદી પર પ્રહારો કરી રહ્યા છે. તેને ધ્યાને લઈ ભાજપે 'હું પણ ચોકીદાર' અભિયાન ચલાવ્યુ છે. PM મોદીએ ખુદ એક વીડિયો ટ્વીટ કરી પ્રચાર કર્યો હતો.
PM મોદીએ પોતાના ટ્વીટર હૈંડલમાં 'ચોકીદાર' જોડ્યું - rahul gandhi
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટર હૈંડલ પર 'ચોકીદાર' શબ્દ જોડી દીધો છે. આ ફેરફારને લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે.
narendra modi
હવે PM મોદીનું ટ્વીટર હૈંડલ @narendramodi પર Chowkidar Narendra Modi નામ લખેલું જોવા મળશે.