ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત અને જાપાનના સંબંધોની વધશે મિઠાશ, વાંચો વિસ્તૃત અહેવાલ - modi upcoming news

નવી દિલ્હી: જાપાનના વડાપ્રધાન શિંજો આબે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. જાપાનના વડાપ્રધાન આબે 15 થી 17 ડિસેમ્બરે ત્રણ દિવસ માટે ભારતના પ્રવાસે આવશે.

modi abe meet india and japan relations
modi abe meet india and japan relations

By

Published : Dec 14, 2019, 8:14 PM IST

જાપાનના વડાપ્રધાન આબે, ટુંક સમયમાં 12મા વાર્ષિક દ્વિપક્ષીય સંમેલનમાં ભાગ લેવા ભારત આવશે. આ સંમેલન 15થી 17 ડિસેમ્બરે યોજાવાનું છે. આ સંમેલનનાં સ્થળ અંગે હાલ કોઈ જાહેરાત કરી નથી, પરંતું એક ટીવી ચેનલના જણાવ્યા પ્રમાણે ગુવાહાટીમાં 115 વર્ષ જૂના બંગલામાં યોજાય તેવી શક્યતા છે. આ સ્થળની પસંદગી નરેન્દ્ર મોદીએ કરી હોવાનું અંદાજ છે.

જાપાન સિવાય માત્ર રશિયા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય પરિષદો યોજાવવાની છે. તાજેતરમાં રશિયાએ 18મી ભારત-રશિયા સમિતિમાં ભાગ લીધો હતો. આ સિવાય તાજેતરમાં ભારત અને ચીન વચ્ચે વડાપ્રધાન કક્ષાની પરિષદની પણ શરૂઆત થઈ છે, પરંતુ આ મુલાકાત અનૌપચારિક છે. આ બે મહાસત્તાઓ જેટલું ભારત જાપાનને કેમ મહત્વ આપી રહ્યું છે, તે પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે. આ મહત્વ આપવા પાછળનું કારણ સ્પષ્ટ છે, રોકાણની બાબતમાં જાપાન ભારતમાં ત્રીજા ક્રમનો રોકાણકર્તા દેશ છે. જાપાને વર્ષ 2000થી ભારતમાં કુલ 27.28 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. ભારત અને જાપાન વચ્ચેની આર્થિક ભાગીદારીના બે મોટા ઉદાહરણો, જાપાનની મદદથી બનેલી દિલ્હી મેટ્રો અને અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને 2013ની પરિષદ દરમિયાન મંજૂરી આપવામાં આવી હતી. તેના માટે જાપને ભારતને વર્ષ માટે 0.1 ટકા વાર્ષિક વ્યાજ દરે 1 અબજ ડોલરનું વચન આપ્યું છે, જેની ચુકવણી માટે 15 વર્ષની મુદત છે. ભારત દ્વારા અત્યાર સુધીમાં કરાયેલા સૌથી લાભકારક કરારમાંથી એક છે, પરંતુ મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બન્યા પછી આ પ્રોજેક્ટ પર તલવાર લટકી રહી છે.

અત્યાર સુધી યોજાયેલી પરિષદોમાં, વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને રોકાણ માટે વધુ 24 કરાર કરવામાં આવ્યા છે. ઘણી જાપાની કંપનીઓ ભારતમાં ઓટો, ફાર્મા અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે કાર્યરત છે. જાપાન ક્ષેત્રફળમાં ભારત કરતા 11.5 ટકા ઓછું છે. અને વસ્તીની દ્રષ્ટિએ 11 ટકા ઓછું છે. જો કે, જાપાનની આર્થિક તાકાતનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે, જાપાનનો GDP ભારતના GDP કરતા બે ગણો છે. જાપાન હ્યુમન ઈન્ડેક્ષનાં સૂચક આંકમાં 0.915 સાથે 19મા ક્રમે છે. જ્યારે ભારત 0.667 સાથે 129માં ક્રમે છે.

આ પૃષ્ઠભૂમિમાં આગામી વાર્ષિક પરિષદ યોજાશે, જે વિષયો પર ચર્ચા થવાની સંભાવના છે, તેમાં ભારત-પ્રશાંત મહાસાગર પહેલની ભાગીદારી, સરહદ આતંકવાદ, સંરક્ષણ, સૌર ઉર્જા અને ટેકનોલોજીના આદાનપ્રદાન અને અન્ય ક્ષેત્રોમાં વધુ સહયોગ વગેરેનો સમાવેશ કરવામાં આવશે. તેમાં કોઈ શંકા નથી કે ભારત-જાપાનના સંબંધો ખૂબ જ મજબુત છે, અને આ સંબંધો વધુ મજબૂત બનશે.

ABOUT THE AUTHOR

...view details