ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી 2.oના 6 મહિના પૂર્ણ, એક નજર મોટી ઉપલબ્ધિઓ પર

નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળના શનિવારે 6 મહિના પૂરા થયા છે. આ દરમિયાન સરકારે જે સિદ્ધિઓ મેળવી છે. કેન્દ્રીય પ્રધાન જાવડેકરે સરકારની ઉપલબ્ધિઓ જણાવી હતી. આ ખાસ તકે PM મોદીએ ભારત નવા ભારતની વાતો રાખી હતી.

modi
મોદી સરકાર

By

Published : Nov 30, 2019, 11:03 PM IST

PM મોદીએ કહ્યું કે, છેલ્લા 6 મહિના દરમિયાન વિકાસને વધાર્યો છે. સામાજિક શક્તિકરણ લાવવા માટે અને દેશની અખંડતા માટે ઘણા નિર્ણયો કર્યા છે.

સૂચના પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે મોદી સરકારે બીજા કાર્યકાળના 6 મહિના પૂરા થવા કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવ્યા બાદ આતંકવાદ પર પ્રભાવી નિયંત્રણ, અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને દેશમાં શાંતપૂર્વક સ્વીકાર કરવો અને વૈશ્વિક આર્થિક મંદીમાં ભારતીય અર્થવ્યવસ્થા પર પ્રભાવને ન્યૂનતમ કરવાની મોટી સિદ્ધિઓ ગણાવી હતી.

જાવડેકરે કહ્યું કે, મોદી સરકાર 2.Oના 6 મહિનામાં દેશમાં વિકાસ થયો છે. આ સમયગાળમાં દેશનું હિત પ્રથમની નીતિ પર આગળ વધી રહ્યોં છે.

કેન્દ્રીય પ્રઘાને જાવડેકરે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી 370 અને 35A હટાવવામાં આવી, ચાર મહિનામાં આતંકવાદ એકદમ ઓછો થઈ ગયો. કાશ્મીરમાં પહેલા આતંકવાદ હાવી હતો. હવે આતંકવાદ પીછેહઠ કરી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં વિકાસના રસ્તાઓ ખુલ્યા છે.

જાવડેકરે કહ્યું કે, સંસદમાં બંન્ને સત્રો દરમિયાન પહેલા કરતા વધારે કામ થયું છે. રાફેલ વિમાનથી ભારતીય સેનાની તાકાતમાં વધારો થયો છે. ભારત સરકારે ત્રણ તલાક કાયદો લાગુ કર્યો છે.

કેન્દ્રીય પ્રધાને PM મોદીની વિદેશ પ્રવાસે અંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની વાત પ્રમુખતાથી રાખી, જેથી ભારતની છબી દેશમાં મજબૂત થઇ.

ABOUT THE AUTHOR

...view details